બનાસકાંઠા જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખરીફ પાકને જીવતદાન

વડાવળ : બનાસકાંઠા જીલ્લામાં અષાઢ માસમાં પણ વરસાદ ન વરસતા પ્રજાજનો સહિત ખેડૂતવર્ગમાં ચિંતાનો  માહોલ સર્જાયો હતો ઘરતી પુત્રો દ્વારા પ્રથમ સામાન્ય વરસાદ બાદ વાવણી કરી દેતા ત્યારબાદ વરસાદ લંબાતા ધરતીપુત્રોનો જીવ તાળવે ચોટ્યો હતો અને કાગડોળે  વરસાદની રાહ જાવાઈ રહી હતી ત્યારે હવામાન વિભાગ દ્વારા ર૮ જુલાઈએ જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી જે મુજબ જીલ્લાના તમામ તાલુકામાં અડધોથી દશ ઈંચ જેટલો વરસાદ પડતા પ્રજાજનો સહીત ખેડૂતોવર્ગમાં ખુશાલી વ્યાપી ગઈ છે. વરસાદના અભાવે ખેતરોમાં ઉભેલા ખરીફ પાક મુરઝાવા લાગ્યા હતો આકાશ તરફ મીટ માંડી બેઠેલો ખેડૂતની આખરે કુદરતે પણ તેની તરફ નજર કરતા સમગ્ર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખરીદ પાકને નવુ જીવતદાન મળ્યું છે. જીલ્લામાં હજુ કેટલાય ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર છે. ત્યારે મેધરાજાની મહેર ખેતી માટે અમૃત સમાન નિવડી છે. જેથી વરસાદે ખેડૂતોમાં  રાહતની લાગણી વરસાવી છે.
બનાસકાંઠા જીલ્લામાં રપ જુલાઈ સુધી ૪૦૮૧૪૪ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થવા પામ્યુ છે. જેમાં સૌથી વધુ  ઘાસચારો ઉપરાંત મગફળી, બાજરી, કપાસ, દિવેલા, કઠોળ તથા ગુવારનું પણ બહોળા પ્રમાણમાં વાવેતર થયું છે. જીલ્લામાં પડેલા વરસાદને લઈ તમામ ખેતી પાકોને કટીકટીના અણીના સમયે  પાણી મળતાં પાકોને જીવતદાન મળ્યું છે. તથા નવું વાવેતર થવાની સંભાવનાઓ પણ વધુ ઉજળી બની છે. આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદ પણ મીઠા નક્ષત્રમાં વરસતા ખેતીના પાક માટે આકાશમાંથી કાચુ સોનુ વરસ્યું છે જે ખરીફ પાકોને ખુબ જ ફાયદો થયો છે. જીલ્લામાં અત્યાર સુધી ખરીફ પાકનું વાવેતર
મગફળી ૧૧૧૮૩૬, બાજરી ૭૮૬૦૮, જુવાર ર૧પ૯, મકાઈ ૧૦૮૬૩, તુવેર ૧પ૭, મગ ૪૯૮૪, મઠ ર૭૪, અડદ ર૧૩પ, તલ ૧૮૬૯, દિવેલા ૧ર૭૩૭, કપાસ ૪૩૪૮૧, ગુવાર ૯૭૬૬, શાકભાજી  ૮૬૧૪, ઘાસચારો ૧ર૦૬૭૧
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.