ખેડૂત હિત રક્ષક સમિતિ પાટણ જિલ્લા દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં બગવાડા દરવાજા પાસે પ્રતિક ધરણા કરી ખેડૂતોએ તેમની ર૪ જેટલી માંગણીઓ સાથે પાટણ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કર્યુ હતું. સરકાર દ્વારા રાજ્યના અનેક તાલુકાઓના ગામડાઓને ફરીથી અછત ગ્રસ્તમાં મુકવામાં આવ્યા છે જે બાબતે ખેડૂતોને ૪૦ દિવસ બાદ સરકાર સહાય આપશે જિલ્લાના નવ તાલુકાઓમાંથી સરકારે જિલ્લાના આઠ તાલુકાઓના ૪૬૬ ગામડાઓને અછત ગ્રસ્ત જાહેર કર્યા પરંતુ સિધ્ધપુર તાલુકાનું એક પણ ગામ અછતગ્રસ્તમાં સમાવિષ્ટ ન કરવામાં આવ્યું તેમજ ખેડૂતોની ર૪ જેટલી માંગણીઓને લઈ પાટણના બગવાડા ચોકમાં આજે હિત રક્ષક સમિતિના આ કાર્યક્રમમાં પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, પાટણ ધારાસભ્ય ડો.કિરીટભાલઈ પટેલ, સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, માર્કેટયાર્ડના ચેરમેન દશરથભાઈ જેઠાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જાધાજી ઠાકોર, જી.કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશભાઈ ઠક્કર તેમજ જિલ્લાભરમાંથી ખેડૂત હિત રક્ષક સમીતીની રેલીમાં જાડાયા હતા અને પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.આ પ્રસંગે સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે સિધ્ધપુર તલુકાના ગામડાઓના ખેડૂતો સરકારની આ નિતીથી દુઃખી જાવા મળ્યા હતા. ખરેખર ખેડૂતોની સરકાર ગણાવતી રૂપાણી સરકાર પર પ્રહાર કરીને વિનંતી કરી હતી કે વેપારીઓનું ધ્યાન રાખવાની જગ્યાએ ખેડૂતો પર જા દ્રષ્ટિ નહી કરવામાં આવે તો ખેડૂત વધુને વધુ પાયમાલ થતો જશે. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં કલેક્ટરનો અપાયેલ આવેદનને લઈ કોઈ જલ્દીથી નિવેડો નહી આવે તો કદાચ આવનાર દિવસોમાં કોંગ્રેસ આ મુદ્દાને રોડ રસ્તા સુધી લાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરે તો નવાઈ નહી. ગતરોજ બગવાડા ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપÂસ્થત રહ્યા હતા.