02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / અંદર ચાલતો હતો પ્રોગ્રામ-બહાર પડી હતી દીકરાની લાશ, જે મા મંગળગીતો ગાઈ રહી હતી થોડીવાર પછી હૈયાફાટ રડવા લાગી

અંદર ચાલતો હતો પ્રોગ્રામ-બહાર પડી હતી દીકરાની લાશ, જે મા મંગળગીતો ગાઈ રહી હતી થોડીવાર પછી હૈયાફાટ રડવા લાગી   08/09/2018

સલૂનમાં વાળ કાપવાને લઇને ઝઘડો થયો. અપરાધીઓએ ઝઘડાના 5 દિવસ પછી ગોળી મારીને યુવક સુધાંશુની હત્યા કરી નાખી. હત્યા તે દિવસે કરવામાં આવી, જે દિવસે યુવકના ઘરમાં છઠ્ઠી (એક વિધિ)ની તૈયારીઓ ચાલી રહી હતી. તેના મોટાભાઈ મનીષના બાળકની છઠ્ઠી હતી. પ્રીતિભોજન માટે ઘરની અગાસી પર પંડાલ લગાવવામાં આવ્યો હતો. મૃતકની માતા, પાડોશની મહિલાઓની સાથે મંગળ ગીતો ગાઈ રહી હતી. આ દરમિયાન ગોળીનો અવાજ સંભળાયો. થોડીવાર પછી જાણ થઈ કે સુધાંશુની હત્યા થઈ ગઈ છે. થોડીક મિનિટોમાં ઘરની ખુશીઓ માતમમાં પલટાઈ ગઈ.
 
મામલો ઔરંગાબાદ જિલ્લાના શાહપુર અખાડાનો છે. મૃતક સુધાંશુ તે જ મહોલ્લામાં રહેતા મિથિલેશ સિંહનો દીકરો હતો.
5 દિવસ પહેલા સલૂનમાં વાળ કાપવાને લઇને સુધાંશુનો ઝઘડો થયો હતો. તે સમયે લોકોએ વચ્ચે પડીને મામલો શાંત કરાવી દીધો હતો. પરંતુ, ગુરૂવારે તે જ ઝઘડાને લઇને અપરાધીઓએ તેમના ઘરની સામે જ ગોળી મારીને સુધાંશુની હત્યા કરી દીધી. અપરાધીઓએ ગોળી તેના માથામાં મારી, જેનાથી ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું. 
ગુસ્સે થયેલી ભીડે પોલીસની સાથે ઝઘડો કર્યો. પોલીસે લોકોને મારી-મારીને ખદેડ્યા. ઘટના પછી ભીડે હત્યારાઓમાં સામેલ એક આરોપીને પકડી લીધો અને તેની સાથે ભયંકર મારઝૂડ કરી. અપરાધીઓની ત્રણ બાઇક પણ ભીડે પકડી લીધી.
 
6 બાઇક પર સવાર થઇને 10થી 15ની સંખ્યામાં આરોપીઓ શાહપુર અખાડા પહોંચ્યા હતા. તેનો ખુલાસો ધરપકડ કરાયેલા આરોપી વિશાલે કર્યો છે.
 
સુધાંશુ પોતાના ઘરેથી યાદવ કોલેજ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન મુન્નાસિંહ સાથે તેનો વિવાદ થઇ ગયો, કારણકે લગભગ 5 દિવસ પહેલા પણ મુન્નાસિંહ સાથે સલૂનમાં ઝઘડો થયો હતો. ત્યારબાદ મુન્નાએ ગામમાં ફોન કરીને પોતાના સમર્થકોને બોલાવ્યા. તે પછી અડધો ડઝન લોકો બાઈક પર સવાર થઈને સુધાંશુને ત્યાં પહોંચ્યા.
 
 લગભગ પાંચ દિવસ પહેલા સુધાંશુ મુન્નાસિંહના સલૂનમાં વાળ કપાવવા ગયો હતો. હજામ વાળ કાપવામાં વ્યસ્ત હતો. પરંતુ સુધાંશુ તેને વાળ કાપવા માટે કહી રહ્યો હતો. હજામે તેને થોડીવાર રાહ જોવા માટે કહ્યું. આ વાતને લઇને વિવાદ થયો હતો. હોબાળો અને પથ્થરમારાની સૂચના મળતા એએસપી અભિયાન રાજેશકુમાર સિંહ અને નગર પોલીસ સ્ટેશન અધ્યક્ષ ક્યુઆરટી જવાનોની સાથે સ્થળ પર પહોંચ્યા.

Tags :