ભાભરમાંથી એલ.સી.બી. પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ત્રણને ઝડપ્યા

ભાભરના દારૂ, જુગાર અને ક્રિકેટ મેચના સટ્ટાની બદી મોટા પ્રમાણમાં ફેલાયેલી છે. સ્થાનીક પોલીસની આવી બદી ચલાવતા ઈસમો સાથે સાંઠગાંઠના લીધે લોકો આવી પ્રવૃત્તિનો ભોગ બની રહ્યા છે. 
  
         ભાભરમાં સ્થાનીક પોલીસ હાથ ઉપર હાથ રાખીને બેસી રહી છે ! ત્યારે ભાભરમાંથી જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. પાલનપુર પોલીસે ઓચિંતી રેઈડ કરી વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. પી.એસ.આઈ, એન.એન. પરમાર અને સ્ટાફના માણસોએ ભાભર નવા વિસ્તારમાં રેઈડ કરતા વરલી મટકાનો જુગાર રમતા ઉપેન્દ્ર સનુભા રાઠોડ કનુભા બાબુભા રાઠોડ અને વનુભા અરવિંદસિંહ રાઠોડ નામનાં જુગારીયાઓ ઝડપાઈ ગયા હતા. સ્થળ ઉપરથી પોલીસે રોકડ રૂ.૧૭૪ર૦ અને બે મોબાઈલ (કિં.રૂ.ર૦૦૦/) મળી કુલ રૂ.૧૮૪ર૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ ઈસમો સામે ગુનો નોંધતા આવી પ્રવૃત્તિ ચલાવતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.