બનાસકાંઠામાં બાળ સખા યોજનામાં ગેરરીતિઓ મુદ્દે તપાસનો ધમધમાટ

 
 
ડીસા 
બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારની બાળ સખા યોજના - ૩ માં બાળ તબિબોએ આચરેલ ગેરરીતીઓ ખુલ્લી પડતા હરકતમાં આવેલ સ્થાનિક અને જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા તબિબોના દવાખાનામાં તપાસનો ધમ ધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના નવજાત બાળકો કુપોષણના કારણે મોતને ભેટે છે તેથી આ બાળકોને બચાવવા રાજ્ય સરકારે મહત્યાકાંક્ષી બાળ સખા યોજના - ૪ અમલી બનાવી છે. જેમાં દોઢ કીલોથી ઓછા વજનવાળા જન્મતા બાળકોની ખાનગી દવાખાને થતી રૂ.૪૯,૦૦૦ સુધીની સહાય સરકાર ભોગવે છે. પરંતુ આ યોજનામાં આખા ગુજરાતમાં એક માત્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૧ર કેસ અને તેમાં પણ ડીસામાં ૧૦૯૦ કેસ નોંધાતા “દાળમાં કાળુ“ હોવાની શંકા ઉઠી હતી. જે મુદ્દે જાગૃત નાગરિકે કલેક્ટરને રજૂઆત કરી હતી. જેથી બ્લોક હેલ્થ અધિકારી જીજ્ઞેશ હરીયાણીની તપાસમાં ડીસાના પાંચ બાળક તબિબોએ ગેરરીતીઓ આચરી હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી હરકતમાં આવેલા સ્થાનિક અને જિલ્લા આરોગ્યની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અને ડીસાના તબિબોના દવાખાનામાં તપાસ કરી તેમના જવાબો લેવામાં આવ્યા છે. જેમાં બાળકોની ઓછા દિવસ દાખલ હોવા છતાં વધુ દિવસ, પરિવાર પાસે નાણાં લીધા હોવા છતાં સરકારમાં બિલ ચુકવી, નિષ્ણાંત નર્સ ન હોવા છતાં અને ડોક્ટરને ગેરહાજરીમાં કેસ લેવા જેથી વ્યાપક ગેરરીતીઓ બહાર આવી છે. જેથી આગામી દિવસોમાં કસુરવાર તબિબો સામે કડક કાર્યવાહી કરાશે અને બિલના કરોડો રૂપીયા પણ નહી ચુકવવા તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.