થરા રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ત્રિપલ અકસમાત : ૧૦થી વધુ ઈજાગ્રસ્ત

કાંકરેજ તાલુકાના થરા, રાધનપુર નેશનલ હાઈવે નં.ર૭ પર આવેલા રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગઈકાલે સવારે ૧૧ વાગ્યાના સુમારે ડીઆઈકમાન્ડર જી, સ્વીફટ કાર અને શટલરીક્ષા વચ્ચે થયેલ ત્રિપલ અકસ્માતમાં દશેક વ્યÂક્તઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળે છે.
 
જાણવા મળતી માહિતીનુસાર ગઈકાલે સવારે ૧૧ વાગ્યાના સુમારે થરા-રાધનપુર નેશનલ હાઈવે નં. ર૭ પર આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપની પાસે પેસેન્જર લેવા ઉભેલી ડીઆઈ કમાન્ડર જીપ નં.જી.જે. ૧૦ એફ. રપ૮૩ ની આગળથી અચાનક શટલ રીક્ષાચાલકે પોતાની ગફલત રીતે રોડ પર ચડાવતાં અંબાજી તરફથી દર્શન કરીને આવતી સ્વીફટ કાર નં.જી.જે.૦૩ સીએ ૬૯૪૬ શટલરીક્ષા અને ડીઆઈ કમાન્ડર જીપ સાથે ધડાકાભેર અથડાતાં આઠથી દસેક લોકો ઘાયલ થયેલ. જેમને થરા રેફરલમાં સારવાર આપી હતી. ઈજાગ્રસ્ત પૈકી બે જણ ભાણીબેન હરદાસભાઈ દેસાઈ (ઉ.વ.૬૦) તથા વાઘેલા દશરથભા બાબુભા ઉ.વ.પ૦ ને પાટણ રીફર કરેલ. જ્યારે સ્વીફટ ગાડીમાં  જામનગરના વિજયભાઈ મોહનભાઈ વારા, મંજુલાબેન વારા, રીનાબેન વારા તથા ડ્રાયવરને ઈજા થતાં થરા રેફરલમાં સારવાર ચાલુ કરેલ શટલ રીક્ષામાં બેઠેલા બે યુવતીઓને સામાન્ય ઈજા હોઈ સારવાર કરી રજા અપાઈ હતી. ઘટનાસ્થળેથી ઘાયલોને ૧૦૮ મારફત થરા રેફરલમાં લાવેલ. જ્યાં રેફરલના અધિક્ષક ડા.ભરતભાઈ ચૌધરી તથા ટીમે સારવાર કરી કેટલાકને રજા આપી તો કેટલાકને રીફરને કેટલાકને સ્થાનિક કક્ષાએ દાખલ કર્યા હોવાનું જાણવા મળેલ છે. થરા પોલીસ ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. જામનગરનો વિજયભાઈ વારાનો પરિવાર અંબાજી ચુંદડીવાળા માતાજીના દર્શન કરી જામનગર પરત ફરી રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.