ઊંઝા ખાતે ખોટા નામે ટ્રાન્સપોર્ટમાં માલ ભરાવી છેતરપીંડી કરી જી.એસ.ટી.ની ચોરી કરનાર વિરૂધ્ધ ફરિયાદ

 
 
ઊંઝા 
વેપારી મથક ઊંઝા ખાતેથી પરપ્રાંતમાં માલોના થતા વેચાણ સંદર્ભે કેટલાક સ્થાનિક તત્વો પોતાના આર્થિક લાભ માટે ખોટા બીલો, દસ્તાવેજા બનાવી ખોટા નામે ટ્રાન્સપોર્ટમાં માલ ભરાવી વેટ ખાતે જી.એસ.ટી.ની ચોરી કરી સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની બાબતે પોલીસે મહારાષ્ટ્ર પા‹સગની એક ટ્રક અને તેમાં ભરેલ બાર લાખ રૂપિયાથી વધુની કિંમતનો જીરૂનો જથ્થો કબ્જે કરી ત્રણ ઈસમો વિરૂધ્ધ કાયદેસરની ફરિયાદ કરી છે. 
વિગત એવી છે કે, વેપારી મથક ઊંઝા ખાતે કેટલાક તત્વો બોગસ બિલોના આધારે ટ્રકોમાં માલો ભરાવીને પરપ્રાંતમાં મોકલાવતા હોવાની મળેલ બાતમીના આધારે રાત્રિના સમયે ઊંઝા ઐઠોર રાજ્ય ધોરીમાર્ગ પરથી પસાર થતી આઈસર ટ્રક નં.- એમ.એચ. ૧૮ બીજી ૦૯૩૧ માં શંકાસ્પદ બિલ થકી માલ સામાન જઈ રહ્યાનું જણાતા પોલીસે સદર ટ્રકને પોલીસ મથકે લાવી તપાસ કરી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.