02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સાપાવાડા ગામે આરોગ્ય સેન્ટરમાં મિડવાઈફની નિમણુંક ન થતાં ખંભાતી તાળું

સાપાવાડા ગામે આરોગ્ય સેન્ટરમાં મિડવાઈફની નિમણુંક ન થતાં ખંભાતી તાળું   23/10/2018

બહુચરાજીથી આશરે ૧૦ કિમી દૂર આવેલા અંતરિયાળ સાપાવાડા ગામે આજથી ર૧ વર્ષ પહેલાં લોકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટેના ઉમદા હેતુથી દાતાએ આપેલ જમીન ઉપર બાંધવામાં આવેલ આરોગ્ય સબ સેન્ટરનું મકાન જર્જરિત થઈ ગયું હોવા છતાં આજદિન સુધી આરોગ્ય વર્કરની નિમણુંક કરવામાં આવી નથી અને આ સબસેન્ટરને ખંભાતી તાળું લાગ્યું છે. તે ક્યારે ખુલશે તેનો સચોટ જવાબ વર્તમાન આરોગ્ય ખાતા પાસે નથી. 
રાજ્યનું આરોગ્ય ખાતુ ગામડાઓ સુધી સમયસર આરોગ્ય સેવા મળી રહે તેવા આશય સાથે લાખોનો ખર્ચ કરી દવાખાનાનું બિલ્ડીંગ તો બનાવી દે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અંતરિયાળ સાપાવાડા ગામે દાતાએ આપેલી મફતની જમીન ઉપર આજથી ર૧ વર્ષ પહેલાં બનાવેલું આરોગ્ય સબ સેન્ટરનું મકાન મીડ વાઈફની નિમણુંક નહી કરતા ધૂળ ખાઈ રહ્યું છે. સાપાવાડા ગામની જનસંખ્યા આશરે રપ૦૦ જેટલી છે. આ ગામના લોકોને માંદગીના સમયે અહીંથી ૧૦ કિમી દૂર આવેલા બહુચરાજી અને આદીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જવું પડે છે. અહીં બાંધવામાં આવેલ સબ સેન્ટરનું મકાનનું તાળું આજે ર૧ વર્ષ પછી પણ ખુલ્યું નથી. આ આરોગ્ય સબસેન્ટર બનાવવા વર્ષ ૧૯૯૭ માં સાપાવાડા ગામના દાતા શાંતાબેન ત્રિભોવનદાસ પટેલ દ્વારા જમીન દાન પેટે અપાઈ હતી. પરંતુ આરોગ્યતંત્રની ઘોર બેદરકારીના કારણે આ અતિપછાત ચુંવાળ પંથકની જનતાને આરોગ્ય સેવા માટે દર દર ભટકવું પડે છે. ગામના જાગૃત નાગરિક ભુરાજી ઠાકોરે જણાવ્યું હતું કે, સબ સેન્ટરમાં મીડવાઈફની જગ્યા ભરવાની રજૂઆતો આરોગ્ય તંત્ર ઘોળીને પી ગયું છે. હવે તો આ ગામની જનતાએ આરોગ્ય તંત્રને સબક શીખવાડવા પોતાની માગણી ન સંતોષાય તો આક્રમક બની આગામી લોકસભાની ચૂંટણીનો સામુહિક બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે.

Tags :