પાટણ ખાતે ૬ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ હોસ્ટેલનું લોકાર્પણ

 પાટણ :ગુજરાત સરકાર દ્વારા દરવર્ષે ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવે છે. જેનાથી ખેલક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રામાં નામના મેળવી છે. પાટણ જિલ્લા મથક ખાતે ખેલાડીઓને રમતક્ષેત્રે અનેક સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રૂપિયા ૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ હોસ્ટેલનો લોકાર્પણ કાર્યક્રમ રાજય સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સહકાર રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 
રાજય સરકાર દ્વારા પાટણ જિલ્લાને ૬ કરોડના ખર્ચે પાટણ રમત સંકુલમાં સ્પોર્ટસ હોસ્ટેલનું અધતન સુવિધા યુક્ત ભવન ૨૨૫ બેડની ક્ષમતા, સ્વીમીંગપૂલ, મડી એથ્લેટિક ટ્રેક, મલ્ટીપર્પઝ હોલ, બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, ખો-ખોના મેદાન, ફૂટબોલ ગ્રાઉન્ડતેમજ ફાયરની અધતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ખેલમહાકુંભને ખુબજ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેનાથી યુવાનોએદેશ, વિદેશમાં ખેલક્ષેત્રે નામના રોશન કરે છે. બાળકોમાં રહેલ સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે રમતક્ષેત્રેનો ઉમદા ફાળો હોય છે. પાટણ જિલ્લામાં સ્પોર્ટસ હોસ્ટેલ ઉપલબ્ધ બનતાં ખેલાડીઓને રહેવા અને જમવાની સગવડ મળી રહેશે. અને તાલીમ પણ મેળવી શકશે. છેવાડાના વિદ્યાર્થીઓ પણ સ્ટોર્ટસ ક્ષેત્રે જોડાઇ પોતાનું કૌશલ્ય બતાવી પાટણ જિલ્લાનું રમતક્ષેત્રે નામ રોશન કરશે સમી તાલુકા ખાતે પણ ૪ કરોડના ખર્ચે સ્પોર્ટસ સેન્ટર મંજુર કરવામાં આવેલ છે. પાટણ જિલ્લાની આદર્શ હાઇસ્કૂલ ખાતે ડી.એલ.એસ. એસ. સેન્ટર આપવામાં આવે છે. જયાં બાળકોને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.