છાપી પોલીસે શાળાઓમાં ચોરી કરતી ટોળકીના સાત સાગરીતોને દબોચ્યા

વડગામ તાલુકા માં છેલ્લા કેટલાક સમયથી સરસ્વતી ધામોને નિશાન બનાવી અંદર પડેલ કોમ્પીયુટરો, ઇલેકરોનીક સામાન સહિત નો મુદ્દામાલ ઊઠાવી જઇ પંથક માં તરખાટ મચાવતી ગેંગ ને છાપી પોલીસે મંગળવારે ઝડપી પાડી હતી 
બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી સહિત ના વધતા ગુનાઓને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુલ અને ડી વાય એસ પી એ. આર. ઝનકાત દ્રારા આવા ગુનાઓ અટકાવવા તેમજ ગુનેગારો ને શોધી કાઢવા કડક સુંચનાઓ આપતા છાપી પીએસઆઇ પરિમલ દેસાઈ અનેતેમની ટીમ દ્રારા કવાયત હાથ ધરવા માં આવી હતી તાજેતર માં ધારેવાડા પ્રાથમિક શાળા માં થયેલ ચોરી બાદ ગુના ની તપાસ હાથ ધરતા    શકમંદ ઈસમો ની પૂછપરછ હાથ ધરતા પાટણ જિલ્લા ના કાકોશી ગામે રહેતા ઈસમો ને ઝડપી પાડ્‌યા હતાઅને ચોરીઓ નો ભેદ ઉકેલાયો હતો  આ સાત ઈસમો એ વડગામ ના એદરાણા, પસવાદલ , માહી હાઇસ્કૂલ અને ધારેવાડા તેમજ ડાગિયા ની એક અને કાકોશી પોલીસ મથક ની શાળા ની ચોરી ની કબૂલાત કરી હતી જ્યારે છાપી પાસે ના ચાંગા ગામ ની એક પ્રાઇવેટ બેન્ક નું એટીએમ તોડવા નો નિષફળ પ્રયાસ કર્યો હોવા નું પણ જાણવા મળે છે પોલીસ પૂછ પરછ દરમિયાન ઘરફોડ ચોરી માં સંડોવાયેલ ઈસમો કેટલાક જે શાળા માં અભ્યાસ કર્યો હતો તેને જ નિશાન બનાવી હોવા નું ખુલ્યું હતું આ ગુના માં સંડોવાયેલ તેજસિંહ મ્હોબતસિંહ વાઘેલા (પાલવી ઠાકોર) મૂળ રહે. કાકર તાલુકો કાંકરેજ હાલ કાકોશી (૨) કેશુભા ચેહરસિંહ  વાઘેલા  મૂળ. કાકોશી (૩) લક્ષમનસિંહ મ્હોબતસિંહ (૪) લાલસિંહ કચરાજી વાઘેલા (૫) મનુજી મદારજી ઠાકોર મુ.રહે કાકોશી(૬) મિતુલ જ્યંતીલાલ પ્રજાપતિ રહે મેત્રાણા તાલુકો સિધ્ધપુર (જ્યારે એક આરોપી સગીર હોવાનું જાણવા મળે છે) ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવા નું જાણવા મળે છે 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.