રાંધણગેસના ભાવમાં વધારો ઃ સબસિડી વિનાના સિલિન્ડરની કિંમત ૨૨.૫૦ રૂપિયા વધી

ન્યુ દિલ્હી લોકસભા ચૂંટણી વચ્ચે સામાન્ય પ્રજાને વધુ એક ઝાટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. જાહેર સંસ્થાની ગેસ-તેલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવોમાં વધારો કરી દીધો છે. બહુ સીધી અને સ્પષ્ટ વાત કરીએ તો ઘરેલુ એલપીજી એટલે કે રાંધણ ગેસના ભાવમાં છ રૂપિયાનો વધારો થઇ ગયો છે. જયારે સબસીડી વિનાના સિલિન્ડરની કિંમત ૨૨.૫ રૂપિયા વધી ગઇ છે. આ વધારો આજથી જ એટલે કે ૧ મૅ થી જ લાગુ થશે.
આ વધારા બાદ દિલ્હીમાં રહેતા રાંધણ ગેસના વપરાશકારોને સિલિન્ડરની કિંમત રૂ.૪૯૬થી વધીને રૂ.૫૦૨ પહોંચી ગઈ છે, જયારે અમદાવાદમાંમાં ગેસના બાટલાની કિંમત આશરે રૂ ૭૦૦.૭૦ને બદલે રૂ.૭૦૬.૭૦ ચૂકવવી પડશે. સાથે કોમર્શિયલ સિલિન્ડર રૂ.૭૩૦માં કંપનીઓ વેંચશે.
ઉલ્લેખનીય છે કે, ૧ એપ્રિલે પણ રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ તે સમયે રૂ.૫ વધાર્યો હતો, જયારે સબસીડી વાળા સિલિન્ડરની કિંમત ૨૫ પૈસા વધારી હતી. દિલ્હીમાં ઇન્ડેનના ૧૪.૨ કિલોના સબસીડી વાળા સિલિન્ડરની કિંમત રૂ. ૭૦૬.૫૦ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.