છાપીમાં સીએબીના વિરોધમાં યોજાનાર સભા રદ થતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

બનાસકાંઠા જીલ્લાના છાપી ખાતે સીએબી અને એનઆરસીના વિરોધમાં સભા યોજાવાની હતી. વડગામ વિકાસ સમિતિ સહિતના સંગઠનો દ્વારા  આજે 10 થી 5 દરમિયાન સભાનું આયોજન કરાયું હતું. પરંતુ તંત્રએ ગત રાત્રે છાપી ખાતે સભાની મંજૂરી રદ કરી હતી. જેમાં પોલીસે આયોજક એવા ત્રણ લોકોની  અટકાયત પણ કરી હતી. ધારાસભ્ય મેવાણીના સાથી અમરનાથભાઈ, અબ્દુલહક પટેલ અને યાસીનભાઈને પોલીસે અટકાયતમાં લીધા હતા. સભાની મંજૂરી રદ થતા અને આયોજકોની અટકાયત થતા મામલો ગરમાયો હતો.આજે છાપી હાઇવે પર મુસ્લિમ સમાજના લોકોના ટોળેટોળા ઉમટી પડતા  ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.