થરાદના શોપીંગ સેન્ટરમાંથી જુગાર રમતા છ ઝડપાયા, પોલીસે રોકડ અને મોબાઇલ સાથે રૂપીયા ૮૯૬૫૦નો મુદ્દામાલ કબજે લીધો

પેટ્રોલિંગમાં રહેલા થરાદ પોલીસ કર્મચારીઓને નગરના સુવાસ શોપીંગ સેન્ટરની ગેલેરીમાં કેટલાક શખસો જાહેરમાં ગંજીપાનાંનો જુગાર રમી રમાડતા હોવાની ખાનગી બાતમી મળી હતી.આથી ઇન્ચાર્જ પી.આઇ.એલ.જી.નકુમ અને કર્મચારીઓ નરેશકુમાર ધર્માભાઇ,એએસઆઇ વિજયકુમાર અને મેહુલભાઇએ મળીને રવિવારની સાંજના સુમારે દરોડો પાડ્‌યો હતો.દરમ્યાન ગોળ કુંડાળું વળીને લાઇટના અજવાળે જુગાર રમી રહેલા નબીરાઓ પોલીસને જોઇને ભાગવા જતાં તમામને ઝડપી લીધા હતા.
 
જેમનાં નામ હેમંતકુમાર જગદીશભાઇ દવે,આબિદભાઇ અહેમદભાઇ સિપાઇ,વિક્રમભાઇ પ્રવિણભાઇ પરમાર,અમજીતભાઇ આલમભાઇ સિપાઇ,નબીબભાઇ અબ્દુલભાઇ ઘાંચી તમામ રહે.સર્વોદય સોસાયટી તથા અજયભાઇ થાંનાભાઇ રાજપુત રહે.સોમનાથ સોસાયટી તા.થરાદ હોવાનું જાણવા મળ્યું હતું.તેમની પાસેથી દાવમાં રહેલી અને ખિસ્સામાં રહેલી મળીને ૧૧૧૫૦ની રોકડ તથા રૂપીયા ૭૮૫૦૦ના સાત મોબાઇલ મળીને કુલ રૂપીયા ૮૯૬૫૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે તમામ નબીરાઓ સામે જુગારધારાની કલમ ૧૨ (અ)ની  જોગવાઇઓ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.