બનાસડેરી ચેરમેન શંકરભાઇ ચૌધરીનું ડીસા ખાતે સહકારી માળખાનું દમદાર શક્તિપ્રદર્શન

આજના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સહકારી વિભાગના આગેવાનો, ખેડૂતો, પશુપાલકો, બનાસબેંક ગ્રાહકો, મોટી સંખ્યામાં ખાસ હાજર રહ્યા હતા. 
આજનો આ કાર્યક્રમ શંકરભાઇ ચૌધરીનું બનાસકાંઠામાં ટોચના નેતા તરીકેનું શક્તિ પ્રદર્શન તરીકે રાજકીય નિરીક્ષકો જોઈ રહ્યા છે.
 
આ શક્તિપ્રદર્શનમાં ભાજપના બનાસકાંઠા જિલ્લા ભાજપના ટોચના નેતાઓ પણ શંકરભાઇ ચૌધરીની પડખે જોવાં મળ્યા હતા. જેમા ડીસા ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્‌યા, ભાજપ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી , કાંકરેજ ધારાસભ્ય કીર્તીસીહ વાઘેલા  માળી, રામપુરા મઠ ગાદીપતિ રુપપુરીજી સ્વામી,  અણદાભાઇ પટેલ, ભારતસિંહ ભટેસરીયા,પૂર્વ ધારાસભ્ય હરજીવનભાઇ પટેલ,પૂર્વમંત્રી કેશાજી ઠાકોર,  પ્રવીણભાઇ ગોરધનજી માળી, વિજયભાઇ ચક્રવતી, વસંતભાઇ પુરોહિત, ગિરીશભાઇ જ્ગાણીયા, ડીસા શહેર ભાજપ અધ્યક્ષ સંજયભાઇ બર્મભટ્ટ, લેબજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ દવે તેમજ મહિલા મોરચા જિલ્લા પ્રમુખ મીતાબેન સોની, કુમુદબેન જોશી અને મહિલા મોરચા ટીમ સહિત અનેક દીગજ્જ ભાજપ કાર્યકરો ગોબરગેસ પ્લાન્ટ ભૂમિપૂજન કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા.
 
આજના આ કાર્યક્રમમાં તમામ આગેવાનોએ એક મંચ પરથી એક સંપ થઈ બનાસડેરી ચેરમેન દ્વારા અનેકવિધ યોજનાઓ અને પ્લાન્ટ નાખી વિક્રમી યોજનાઓ થકી ખેડૂતોના "તારણહાર " બનેલ માનનીય શંકરભાઇ ચૌધરીનો જયજયકાર કર્યો હતો. આમ, આજનો આ દમદાર શક્તિપ્રદર્શન કાર્યકમ જિલ્લામાં બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીના સફળ નેતૃત્વ પૂરું પાડતો અભિનંદનિય કાર્યક્રમ બન્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.