અપેક્ષાઓની ધમાચકડી

વિચાર વૈભવ
વિચાર વૈભવ

 
 
 
 
                                ઘરની મજૂરણ પાસે રાખવાની અપેક્ષાઓ ગૃહિણી મનના અક્ષયપાત્રમાં ભરી રાખે છે. હજી સુધી કોઈ કામવાળીએ ગૃહિણીને પૂરતો સંતોષ આપ્યો નથી. દેવયાનીને શર્મિષ્ઠા જેવી અતિ સુંદર દાસી મળી હતી પરંતુ એ દાસી દેવયાનીની શોક્ય બની ગઈ. યયાતિની અપેક્ષાઓને માર્ગે ‘ડેડ એન્ડ’ જેવું કશું હોતું નથી. એણે તો દીકરાની યુવાની પણ માગી લીધી. હવનમાં ગમે તેટલું દ્રવ્ય નાખો તોય અÂગ્નજ્વાળાઓ તો ઊલટી વધારે લપકારા જ મારવાની. હજી દુનિયા પ્રમાણમાં સુખી છે. કારણ કે શુક્રાચાર્યની સંજીવની વિદ્યા મૃત્યુ પામી છે. આજે કોઈ પિતા પોતાના પુત્રની જુવાની ઉછીની લઈ શકે તેમ નથી. સંજીવની વિદ્યા જા હયાત હોત તો એનો સૌથી વધારે લાભ હિટલરે ઉઠાવ્યો હોત. એ વિદ્યાને જારે કદાચ હિરણ્યકશ્યપ આજે ય જીવતો હોત. 
એક અનપેક્ષ સાસુ પ્રમાણમાં સુખી હોય છે. ગમે તેવા માણસને પણ પોતાના વેવાઈમાં – વૈષ્ણવજનનાં તમામ લક્ષણો મોજૂદ હોય તે ગમે છે. શાળાનું ટ્રસ્ટીમંડળ આચાર્ય પાસે થોકબંધ અપેક્ષાઓ રાખે છે. આચાર્ય શિક્ષકો પાસે ભાગ્યે જ ઓછી અપેક્ષા રાખે! શિક્ષક આ જ રેલાને વિદ્યાર્થીઓ સુધી રમતો મેલે છે. 
અપેક્ષાઓની અથડામણ  ચાલ્યા કરે છે. અપેક્ષાઓની ધમાચકડીથી આપણે ટેવાઈ જઈએ છીએ પણ જ્યારે બે વાહનોની માફક અપેક્ષાઓ સામસામી ટકરાય ત્યારે જાવા જેવો ખેલ થાય છે. રાતના નીરવ અંધકારમાં આપણે જ્યારે અચેતનના ગહન સમુદ્રમાં ડૂબી જઈએ ત્યારે દિવસાનુદિવસ લંબાયે જતી અપેક્ષાઓના ઓળા શમણાં બનીને ઓશીકે અથડાતા રહે છે. આપણી અપક્ષેઓ શ્રાવણ મહિનામાં પણ એકટાણું કરતી નથી. એકટાણું કે ઉપવાસ કરતી વખતે ય ક્યારેક પુણ્યની, સારા વરની કે આરોગ્યની અપેક્ષક્ષા રહેલી હોય છે.
એક પવનચક્કી ચોવીસે કલાક ચાલતી રહે છે. એક ભમરો પોતાની પાંખમાં ફફડતી ક્ષણને લઈને ઊડતો રહે છે. એક ફૂલ પર એ બેસે છે ત્યારે ઘડીભર પેલો ફફડાટ થંભી જાય છે. એમ લાગે કે ભમરાની અપેક્ષા પુરી થઈ. હજી તો ક્ષણ પોતાનું પોપચું ખોલે ન ખોલે ત્યાં તો ભમરો અપેક્ષાઓના બીજા ફૂલ પર જઈને બેસે છે. 
આપણું જીવન એક અપેક્ષા પરથી બીજી અપેક્ષા પર ઠેકડો મારવામાં જ પૂરું થાય છે. હનુમાનની માફક, એક ઔષધીની જરૂર હોય ત્યારે આખો દ્રોણાચલ પર્વત ઉપાડતાં રહીએ છીએ. આપણે એવા તો હોંશિયાર થઈ ગયા છીએ કે હવે વરસાદ પણ આપણને ભીંજવી શકતો નથી.
ગુણવંત શાહ
રવિયા 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.