5મું પાસ વ્યક્તિએ બનાવ્યું હરીફરી કરી શકે એવું ઘર, એન્જિનિયર્સની ટિપ્સ લેવા લાગી લાઈન

અનુભવનો કોઈ વિકલ્પ નથી હોતો. આ વાતને સહુલ હમીદે સાબિત કરી બતાવી છે. મકાન બનાવવાની જે ટેક્નોલોજીને શીખવા માટે એન્જિનિયરિંગના વિદ્યાર્થી વર્ષો કોલેજમાં પસાર કરી દે છે, તે એક પાંચમું ધોરણ પાસ વ્યક્તિએ વગર કોઈ ટ્રેનિંગે શીખી લીધું.
 
ચેન્નાઈના મેલાપુરુવક્દી ગામમાં રહેતા સહુલ પૈસા કમાવવા માટે સાઉદી અરેબિયા જતા રહ્યા હતા. ત્યાં તેમણે 20 વર્ષ સુધી કામ કર્યું. મજૂરી કરતા-કરતા તેમણે ઘર બનાવવા અને તેનો પાયો નાખવાની તમામ આધુનિક ટેક્નોલોજી વિશે માહિતી મેળવી. જ્યારે તેઓ ઘરે પરત ફર્યા તો તેમણે પરિવારને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી.
 
સહુલ હમીદ એવું ઘર બનાવવા માંગતા હતા જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. એક અનોખા ઘર વિશે સાંભળીને પરિવારજનો હેરાન હતા. તેમને આ આઈડિયા બકવાસ લાગ્યો. તેમને ડર હતો કે ઘર ક્યાંક નબળું પડી ના જાય, પરંતુ સહુલને પોતાની જાત પર વિશ્વાસ હતો. તેમણે 25 લાખની રકમ સાથે પોતાના સપનાનું ઘર બનાવવાનો પાયો નાખ્યો.
 
 
સહુલ હમીદે રાફ્ટ ફિટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. તેમણે 90 સેન્ટીમીટરની પહોળાઈ અને 1080 સ્ક્વેર ફૂટના સ્લેબથી ઘરનો પાયો નાખ્યો. સ્લેબની નીચે લોખંડના રોલર નાખ્યા જેના સહારે ઘરને વાળી શકાય. ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ બેડરૂમ અને ફર્સ્ટ ફ્લોર પર બે બેડરૂમ બનાવ્યા.
 
રાફ્ટ ફાઉન્ડેશન ટેક્નોલોજીનો ઉપયોગ એવા વિસ્તારોમાં ઘર બનાવવા થાય છે જ્યાં રેતી, કાંકરા અને ચૂનાના પથ્થરવાળી જમીન હોય. આ ઘરને બનાવ્યું તેના 8 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ આજે પણ તે મજબૂતી સાથે ઊભું છે. નિષ્ણાતો અનુસાર, આ ટેક્નોલોજીથી બનેલા ઘર ભૂકંપરોધી પણ હોય છે. જેવી સહુલના અનોખા ઘર અંગે માહિતી ફેલાઈ તો મદુરાઈ, દેવકોટ્ટાઈ, રામેશ્વરના એન્જિનિયરોએ જાતે આવીને આ ઘર જોયું અને સહુલ પાસેથી ટિપ્સ લીધી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.