ઉંઝામાં નજીવી બાબતે જુથ અથડામણ : વાહનોની તોડફોડ

ઉંઝા શહેરમાં અડચણરૂપ ઓટારિક્ષા થોભવવાની બાબતમા બે જુદી જુદી કોમના માણસો વચ્ચે થયેલ તકરાર દરમિયાન એકની મારપીટ થતાં ઉશ્કેરાયેલ એક જૂથના કેટલાક ઈસમોએ હથિયારો સાથે નીકળીને જુદી જુદી જગ્યાએ સામેના જૂથના લોકોની રીક્ષાઓને નિશાન બનાવી તોડફોડ કરતાં મામલો ગરમાયો હતો. તોડફોડ દરમિયાન એક રિક્ષા ચાલક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં તે ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે શહેરમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
જાણવા મળ્યા મુજબ ગઈકાલે ઉંઝા નજીકના ભાંખર ગામની ઓટોરિક્ષા કથિત અડચણરૂપ થોભાયેલ હોઈ અન્ય કોમના વ્યÂક્તએ બોલાચાલી કરતાં તેને મારપીટ કરવામાં આવી હતી. જેથી મારપીટ કરાયેલ વ્યÂક્તના સમર્થનમાં ઉશ્કેરાયેલ કેટલાક શખ્સોએ હથિયારો ધારણ કરી ભાંખર ગામના  ચોક્કસ કોમના માણસોની ઓટા ેરિક્ષાઓને નિશાન બનાવી તોડફોડ કરી હતી. આ તોડફોડ દરમિયાન એક દલિત સમાજના રિક્ષા ચાલક પર પણ હુમલો થયો હતો. આથી તેને શરીરે ઈજાઓ થઈ હતી. શહેરના ગાંધીચોક, બાળોજમાતા પાસે, હાઈવે સર્કલ, બજાર વિસ્તારમાં હુમલો અને તોડફોડ કરાતાં શહેરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ ઘટનાને પગલે શહેરમાં અજંપાભરી Âસ્થતિ જાવા મળી હતી. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર કોટેજ માટે હોÂસ્પટલમાં ખસેડાયો હતો. આ ઘટનામાં તાલુકાના મહેરવાડા ગામનાં નિર્દોષ રિક્ષા ચાલક હુમલાનો ભોગ બન્યો છે.
ઉંઝા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃતિઓ વધતા કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિ કથળી જવા
આભાર - નિહારીકા રવિયા  પામી છે.
દરમિયાન ઉપરોક્ત ઘટનામાં ઘાયલ થયેલ રિક્ષા ચાલક ભૂપેન્દ્ર બાબુલાલ સુદ્રાસણાની ફરિયાદના આધારે ઉંઝા પોલીસે રપ થી ૩૦ જેટલા હથિયાર ધારી શખ્સો વિરૂધ્ધ હુલ્લડ, શારીરિક મહાવ્યથા, નુકશાન બાબતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.