ખોડા ચેકપોસ્ટથી વિદેશી દારૂ સાથે રૂ.૨૩.૧૦ લાખનો મુદામાલ ઝડપાયો

 થરાદ : પોલીસ અધીક્ષક અજીત રાજીયાણ બનાસકાંઠા પાલનપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદની જીલ્લામા દારૂની પ્રવૃતિ સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા માર્ગદર્શન મુજબ  થરાદ પો.સ્ટે. ના પો.ઇન્સ જે.બી. આચાર્ય તથા કે.જી પરમાર પો.સબ.ઇન્સ તથા પો.કોન્સ પીરાભાઈ તથા અરુણભાઈ તથા અ.હે.કો મહેશભાઈ સવદાસભાઈને મળેલ બાતમી હકીકત આધારે ખોડા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી ટ્રક નં આર.જે.૦૭ જીબી૨૫૩૧ ને ખોડા ચેકપોસ્ટ ખાતે રોકવી જોતાં ટ્રકમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૮૫ દારૂની બોટલો નંગ-૪૬૨૦ કુલ કિમત રૂપિયા ૨૩,૧૦,૦૦૦ નો તથા મોબાઈલ કિં રૂ.૫૦૦ તથા ટ્રક નં આર.જે.૦૭ જીબી ૨૫૩૧ ગાડીની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૩૩,૧૦,૫૦૦ નો  રાખી હેરાફેરી કરતાં પૃથ્વીરાજ ચેનારામ ચૌધરી (જાટ) ઉ.વ-૨૪ મુળરહે- બધાનીબાસ, પલાના તા.જિ. બીકાનેર (રાજસ્થાન) હાલ રહે બંગલાનગર કોલોની બીકાનેર (રાજસ્થાન), બજરંગ ગૌડ રાધેશ્યામ સેન (નાઈ ) રહે ચાંડાસર તા.કોલાયત જી. બીકાનેર (રાજસ્થાન) વાળાઓને પકડી પાડી તથા દારૂ ભરાવી આપનાર શંકર જાટ રહે વ્યાસ કોલોની બીકાનેર (રાજસ્થાન) વાળાઓ  વિરૂધ્ધ પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.