હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

 સાબરકાંઠા : ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે  ૧૪૪મી જન્મ જ્યંતિ નિમિત્તે હિંમતનગરના ટાવર ચોક પાસે સરદાર પટેલની પ્રતિમાને મહાનુભવોએ ફૂલહાર અર્પણ કર્યા હતા. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના વાઇસ ચેરપર્સન શ્રીમતિ ભાવનાબેન દવેની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યર્ક્મમાં હિંમત હાઇસ્કૂલ ખાતે મહાનુભવો દ્રારા એકતા દોડની શરૂઆત કરાવી  પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ દોડનુ સમાપન કરવામાં આવ્યું હતું. 
  આ પ્રસંગે ભાવનાબેન દવેએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઇ પટેલના બલિદાનને આ દેશ હરહંમેશ યાદ રાખશે અને તેમના જીવનમાંથી યુવાનોએ પ્રેરણા લેવી જોઇએ. ભારતની આઝાદીમાં સરદાર સાહેબનુ યોગદાન અને આઝાદી પછી દેશના જુદા-જુદા રજવાડાઓને એક કરી ભારતને અખંડ રાષ્ટ્રનો ઓપ આપવાનુ જે ભગીરથ કાર્ય સરદાર સાહેબે કર્યું છે તે તેમના સિવાય કોઇ ના કરી શકે. તેમની કુનેહ અને દિર્ગદ્રષ્ટિ થકી આજે આપણને આ અખંડ ભારતના નાગરિક હોવાનુ ગૌરવ સાંપડ્‌યુ છે.તેથી તેમના જન્મ દિનને  રન ફોર યુનિટી- એકતા દોડ થકી દેશની એકતા, અખંડીતતા અને સુરક્ષાને મજબુત કરવા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.    વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરદાર પટેલની ૧૮૨ મીટરની વિશાળ પ્રતિમાનુ કેવડિયા કોલેની ખાતે નિર્માણ કરાવી  અનોખી શ્રધ્ધાજંલી અર્પિ છે. જેથી આવનારી પેઢી તેમના બલિદાનને ના ભુલે અને આપણા સરદાર પટેલ  ભારતના એક એક નાગરીકના દિલમાં હંમેશા અમર રહે.         
  આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, અધિક કલેક્ટરશ્રી વી.એલ.પટેલ, ઇડર ડી.વાય.એસ.પી શ્રી ચૌહાણ, નગરપાલિકા ચિફ ઓફિસર અલ્પેશ પટેલ, શહેર અગ્રણી શ્રી જે.ડી પટેલ, કૌશલ્યા કુવરબા તેમજ મોટી સંખ્યામાં નગરજનો, વિધાર્થીઓ, સાબર સ્ટેડિયમના રમતવીરો, શિક્ષક ગણ, પોલીસ સ્ટાફ, અધિકારીઓ અને કર્મચારીઓ, એન.એસ. એસ ના વિધાર્થીઓ, તેમજ હોમગાર્ડ જવાનો હાજર રહી દોડમાં ભાગ લીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.