કોઇપણ પિતાના જીવનમાં આનાથી મોટું દુઃખ શું હોઇ શકે કે પોતાના જ સંતાનનું શબ રસ્તા પર પડેલું જોવા મળે. શુક્રવારે હરિયાણાના બહાદુરગઢમાં આવી ઘટના જોવા મળી. દરરોજની જેમ સુબોધ તેના બાળકોને નાસ્તો કરાવીને સ્કૂલોમાં સેન્ડવિચ સપ્લાય કરવા માટે નીકળ્યો હતો. થોડીવારમાં દીકરો નીતિન પણ સ્કૂલે જવા માટે નીકળ્યો. પરંતુ, તે રેલવે ફાટક પાસે એક અતિશય સ્પીડમાં જઇ રહેલી ટ્રકની નીચે આવી ગયો. તેનું સ્થળ પર જ મોત થઇ ગયું. ચહેરો પણ ખરાબ રીતે બગડી ગયો. ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ. આ દરમિયાન સુબોધ પણ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. ભીડ જોઇને શું થયું છે તે જોવા માટે તે અટક્યો. તેણે પાસે પડેલી સાયકલ ઓળખી અને તેનાથી દીકરાને પણ ઓળખી લીધો અને જોરજોરથી ચીસો પાડવા લાગ્યો- અરે આ તો મારો નીતિન છે.
લાઇન પાર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અમિત કુમારે જણાવ્યું કે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ મામલો નોંધીને તેની શોધ શરૂ કરી દેવામાં આવી છે.
નીતિન નવી બસ્તીમાં આવેલી ન્યુ એરા સ્કૂલમાં ભણતો હતો. તે છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. ચાર બહેનોનો તે એકમાત્ર ભાઈ હતો.
દીકરાનું શબ હાથમાં લઇને પિતા જોરજોરથી ચીસો પાડતો રહ્યો- હવે મારા જીવવાની આશા જ ખતમ થઇ ગઇ છે.
અકસ્માત પછી સ્થાનિક લોકોએ ટ્રાફિક જામ કરીને પોલીસ અને જિલ્લા એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ નારાજગી જાહેર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો. લોકોએ કોર્ટને પણ આ મામલાને ધ્યાનમાં લેવાની માંગ કરી.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટ્રક ડ્રાઇવરે સ્પીડ ધીમી ન કરી તેના કારણે નીતિન તેની ઝપટમાં આવી ગયો. ઘટના પછી એકવાર તો ટ્રકને ભગાડવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ સામે ઘણા વાહનો અટકી ગયા પછી ડ્રાઇવર ટ્રકને ભગાવી ન શક્યો અને એટલે પોતે જ સ્થળ પરથી ભાગી નીકળ્યો.
Tags :