પાલનપુર
પાલનપુર શહેરના ગઠામણ દરવાજા ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ આપતા હોબાળો થયો હતો. જેને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અને લોકોએ પણ આ પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ અપાતું હોવાના આક્ષેપો કર્યા હતા. દરમિયાન, પોલીસને જાણ કરતા પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો. પાલનપુરના ગઠામણ દરવાજા જોશી હોસ્પિટલ સામે આવેલા પેટ્રોલ પંપ પર લોકોએ હોબાળો મચાવ્યો હતો. ચિરાગ માળી નામનો ગ્રાહક ગઠામણ દરવાજા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયો હતો. જોકે પેટ્રોલ ભરાવ્યા બાદ ગ્રાહકને શક જતાં તેને પેટ્રોલ ચેક કરાવ્યું હતું.