બાયડ શીત કેન્દ્રમાં પહોંચે તે પહેલા દૂધના કેનનું બારોબારીયું કરનાર ગેંગના ચારની ધરપકડ

 
 
 અરવલ્લી   સાબર ડેરી સહીત રાજ્યની ડેરીમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારની દૂધ મંડળીમાંથી એકઠું કરેલ દૂધ પહોંચાડનાર ટેન્કર અને ટેમ્પોના ચાલક દૂધ કાઢી લઈ દૂધની જગ્યાએ પાણી ઉમેરી દૂધ બરોબર વેચી દેતા હોવાની અનેક ઘટનાઓ છાસવારે બનતી હોય છે. અરવલ્લી જીલ્લાના બાયડ શીતકેન્દ્રમાં બાયડના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની દૂધ મંડળીમાંથી એકઠા કરેલા દૂધના કેન પહોંચાડનાર આયશર ટ્રકના ચાલક અને કંડક્ટરે અન્ય બે શખ્શો સાથે મળી આયશર ટ્રક માંથી ૪ કેન અન્ય બે શખ્શોની મદદ લઈ રિક્ષામાં ચઢાવી ફરાર થાય તે પહેલા હમીરપુર ગામના લોકોએ પકડી પાડી બાયડ પોલીસને સોંપતા દૂધનું બરોબર ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ થયો હતો 
બાયડ શીતકેન્દ્રમાં વિવિધ દૂધમંડળીના દૂધના કેન પહોંચાડવાનું કામ કરનાર આયશર ટ્રક (ગાડી.ય્ત્ન ૧૬ફ ૫૭૬૬ ) નો ચાલક શૈલેષભાઇ લક્ષમણભાઇ પરમાર (રહે,વાસણી રેલ, બાયડ) અને વિશાલ ભાઈ ભલાભાઈ સોલંકી (રહે,અલવા આકોડીયા, બાયડ) કેટલાક સમયથી આયશર ટ્રક માંથી દૂધના કેન બરોબર ચોરી જતા હોવાનું હમીરપુર ગામના ગ્રામજનોને જાણ થતા ગામલોકોએ વોચ ગોઠવી શૈલેષ લક્ષમણ પરમાર અને વિશાલ ભલાભાઈ સોલંકીને  દૂધના કેનનું બારોબારીયું કરવા બોલાવેલી રીક્ષા અને સુરેશ ભયજી ભાઈ ઝાલા (રહે,ચપટીયા,કપડવંજ ) અને પંકજકુમાર કનુભાઈ વાળંદ (રહે,સુણદા, કપડવંજ) ને શનિવારે આયશર ટ્રકમાંથી ૪ કેન દૂધ લીટર-૧૪૦ કીં.રૂ ૬૩૦૦/- ઉતારી રિક્ષામાં ચઢાવતા રંગે હાથે પકડી પાડી બાયડ પોલીસને સોંપતા બાયડ પોલીસે ગોપાલભાઈ બાલાભાઈ પરમાર (રહે,હમીપૂરા, તા-બાયડ) ની ફરિયાદના આધારે ૪ શખ્શો સામે ઈપીકો કલમ-૩૮૧,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે આયશર ટ્રકમાંથી આખેઆખા કેન ઉઠાવી જતા અનેક શંકાકુશંકાઓ પેદા થઈ છે. આયશર ટ્રકમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોની દૂધ મંડળીમાંથી ઉઘરાવેલ કેન બાયડ શીતકેન્દ્ર પર પહોંચતા હશે ત્યારે ગણતરી કરવામાં નહિ આવતી હોય કે પછી બાયડ શીતકેન્દ્રનો કોઈ કર્મચારી સાથે સાંઠગાંઠ હશે..? કે પછી આયશર ટ્રકમાંથી ચોરેલ દૂધના કેન ઉતારી લઈ દૂધ અન્ય જગ્યાએ ઠાલવી તેની જગ્યાએ કેનમાં પાણી તો નહિ મિલાવતા હોય તેવી અનેક ચર્ચાઓએ બાયડ પંથકમાં જોર 
પકડ્‌યું છે. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.