ટૂંક સમયમાં ગુજરાતમાં મોટું રાજકીય પરિવર્તન આવશેને કોંગ્રેસના મુખ્યમંત્રી બનશે : દિયોદર ધારાસભ્યનો હુંકાર

લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જસરા મુકામે આવેલ અદ્વૈત વિદ્યામંદિરમાં દીપાવલીના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ દીપપ્રાગટય કરીને કરવામાં આવી ત્યારબાદ મુખ્ય મહેમાનોને સાફો પહેરવામાં આવ્યો અને અન્ય મહાનુભાવોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ક્રમશ મંચસ્થ મહાનુભાવોએ દીપાવલી ની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી સાથે સાથે વર્તમાન ભાજપ સરકારની ખરાબ નિતિઓની ટીકા કરી હતી અને ભાજપ સરકાર દ્વારા આચરતા કૌભાંડએ ભાજપના નેતાઓની રાત-દિવસની વધતી કમાણી અને સંપત્તિ એ તેમની સાક્ષી પૂરે છે ગુજરાતમાં મગફળી કૌભાંડ કરવામાં આવ્યું પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આખો દેશ મંદી અને મોદીથી ત્રાહિમામ પોકારી ચુક્યો છે ભોળા અને ગરીબ માણસ ને આ ભાજપ વાળાઓ જૂઠું બોલીને છેતરી રહ્યા છે આ દેશને શૂન્યમાંથી કોંગ્રેસે સર્જન કર્યો છે ત્યારે આ ભાજપ વાળાઓ ફક્ત બુમો પાડે છે આધારકાર્ડ કોંગ્રેસના રાજમાં આવ્યું. મનરેગા યોજના કોંગ્રેસના રાજમાં આવી હતી અને જે જી.એસ.ટી નો વિરોધ કરતા હતા મોદી એ જ મોદીએ ૨૮ ટકા જી.એસ.ટી નાખ્યો જે મોદી રામમંદિરની વાતો કરતા હતા તે મોદી આજદિન સુધી અયોધ્યામાં દર્શન કરવા ગયા નથી આવા ઘણા બધા વચનો ચૂંટણીમાં આપ્યા હતા પણ કંઈજ કરી શક્યા નથી દરેક લોકોના ખાતામાં ૧૫ લાખ આવશે એવી લાલચ આપનાર મોદીને આવનાર ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં આખો દેશ જવાબ આપવા થનગની રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લો તો કોંગ્રેસ નો ગઢ છે અને આવનાર ચૂંટણીમાં ઉમેદવાર કોઈપણ હોય પણ પંજાને વોટ આપીને આપણે દેશનું ભલું કરવાનું છે. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ જણાવ્યુ હતુ કે,ટૂંક સમયમાં ગુજરાતમાં મોટું રાજકીય પરિવર્તન આવશેને કોંગ્રેસના મુખ્યમંત્રી બનશે.આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી જીતેન્દ્રભાઈ ભગેલજી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારી ડાયાભાઇ, જીલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઇ ગઢવી, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પીનાબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, જોઈતાભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી ડી.ડી.રાજપૂત,  જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, જિલ્લા પંચાયતના સભ્યો રવિરાજભાઈ ગઢવી, ,ભલજીભાઈ રાજપૂત, નરસિંહભાઈ રબારી, વિરજીભાઈ જુડાલ, દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા, ગુજરાત કોંગ્રેસના મંત્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય માંગીલાલ પટેલ, લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ દવે, ભરતસિંહ વાઘેલા(દિયોદર),લાખણી કોંગ્રેસ પક્ષના પ્રમુખ ધુડાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.