ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવનને વિપરિત અસર:ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવનને વિપરિત અસરઃ ભૂસ્ખલનથી અનેક રસ્તા બંધ

હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.
 
 કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા ૨૦૦ ભારતીય યાંત્રિકો પાછા ફરતી વખતે નેપાળના રુમલા જિલ્લામાં ફસાઇ ગયા હતા તેમ ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું. આ યાત્રી પૈકી ૧૫૦ સિમિકોટમાં અને ૫૦ હિલ્લામાં ફસાયેલા હતા. ખરાબ હવામાનને પગલે આ યાત્રીઓને હેલિકોપ્ટર દ્વારા લાવવાનું શક્ય નહોતું.
 
 હવામાન વિભાગે આગામી ૪૮ કલાક સાવચેત રહેવાની ચેતવણી આપી હતી. દેહરાદૂન, હરિદ્વાર, પૌડી, ટેહરી, ચમૌલી, નૈનીતાલ વિગેરે સ્થળે અતિ ભારે વરસાદની ચેતવણી સાથે તીર્થયાત્રીઓ અને સહેલાણીઓને સાવચેત રહેવા સલાહ અપાઇ હતી. ચમોલી જિલ્લામાં ભૂસ્ખલનથી બે મહિલા ઘાયલ થઇ હતી. ભૂસ્ખલનથી સોનલા-મુનાલી રોડ બંધ થઇ ગયો હતો. ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઇવે ભૂસ્ખલનને કારણે બંધ થઇ ગયો હતો જે સાફ કરવાની કામગીરી ચાલુ હતી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.
નેપાળમાં ભારે વરસાદને પગલે વિમાન અને માર્ગ વ્યવહારને અસર થઇ હતી. ભારતીય દૂતાવાસ આ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. સિમિકોટમાં ૫૦૦ યાત્રી રહી શકે તેવી સુવિધા છે અને ચિંતાનું કોઇ કારણ નથી. હવામાન સ્વચ્છ થયા પછી યાત્રીઓને ભારત રવાના કરાયા છે તેમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.