થરાદઃ રાજસ્થાન પહોંચે તે પહેલા ૨૦૦૦ લીટર શંકાસ્પદ ઘી ઝબ્બે 

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પંથકમાંથી પસાર થતી ગાડીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મોટીમાત્રામાં હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેને લઇ મામલતદાર સહિતની ટીમે તપાસ કરતા ૨૦૦૦ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નજીકના પોલીસ સ્ટેશને મુકવામાં આવ્યો છે. પાલનપુર નજીકથી ઘી ભરીને નીકળેલી ગાડી રાજસ્થાન પહોંચે તે પહેલા થરાદ તાલુકામાંથી પકડાઇ ગઇ છે. સરેરાશ ૬ લાખથી વધુના ઘી સામે કાર્યવાહી થતાં ફેક્ટરી સંચાલકોમાં દોડધામ મચી ગઇ છે.
 
બનાસકાંઠા જીલ્લાના થરાદ પંથકમાંથી શંકાસ્પદ ઘી ભરીને જતી ગાડીને લઇ વિગતો આવી હતી. જેથી થરાદ મામલતદાર સહિતનાએ તપાસ કરતા ચોંકાવનારી ગતિવિધિ સામે આવી છે. પાલનપુર નજીક ચંડીસરમાં આવેલી શ્રી સવાઇ મિલ્ક પ્રોટીન નામની ફેક્ટરીમાંથી ૧૫ લીટરના ૧૩૪ નંગ એટલે કે ૨૦૧૦ લીટર ઘી ભરીને ગાડી રાજસ્થાનના જૈસલમેર જતી હતી. હેલ્થ બ્રાન્ડ નામનું ઘી શંકાસ્પદ હોવાની બાતમી આધારે મામલતદારે કાર્યવાહી કરી જથ્થો સીઝ કર્યો છે.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચંડીસર નજીકની ફેક્ટરીના સંચાલકો ખુબ જ મોટી સંખ્યામાં ઘીનો જથ્થો અવાર-નવાર રાજસ્થાનમાં વેચાણ કરે છે. જેમાં આજે ફેક્ટરીથી સરેરાશ ૨૦૦૦ લીટર ઘી ભરીને રાજસ્થાન પહોંચે તે પહેલા થરાદ મામલતદારે ઝડપી લઇ તપાસ શરૂ કરી છે. જેમાં થરાદ પોલીસ સ્ટેશને ગાડી સહિત ઘીનો જથ્થો મુકાવી વધુ તપાસ હાથ ધરી છે. આ દરમ્યાન ફેક્ટરી સંચાલકો ને ખબર પડતાં તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશન પહોંચી મથામણ શરૂ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.