ડીસામાં લોન રિકવરી એજન્ટ વિરુદ્ધ છેતરપીંડીની ફરીયાદ

   ડીસા : ડીસાની એક્સીસ બેન્ક શાખાના રિકવરી એજન્ટે ત્રણ ખેડૂત પાસેથી વસુલેલ રું.૧,૪૮,૫૩૦ બેકમાં જમા ન કરાવતા તેની વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવા  પામી છે.
કનેક્ટ બીઝનેસ સોલ્યુશન લી. કમ્પનીએ અલગ અલગ બેંકો સાથે લોન રિકવરીનો કોન્ટ્રાકટ કરેલ છે જે અંતર્ગત ડીસામાં એક્સીસ બેન્ક માટે લોન રિકવરી એજન્ટ તરીકે કાળુભાઇ કલ્યાણભાઈ દેસાઈ (સમૌ મોટા) ને રાખેલ છે. પરંતુ તેણે નાણીના મોતીભાઈ ચરમટા પાસેથી રૂ. ૭૧૧૧૦, ભડથના જેઠુંભ વાઘેલા પાસેથી રૂ.૩૦૦૦૦ અને વાસણા વાતમના હરિભાઈ રાજપૂત પાસેથી વસુલેલ રૂ.૪૭૪૨૦ બેંકમાં ભરપાઈ કર્યા ન હતા.જે ભરપાઈ કરવા વારંવાર કહેવા છતાં ભરપાઈ કરતો ન હતો. જેથી કમ્પનીના મેનેજર ગૌરાંગકુમાર પંડ્‌યા (મહેસાણા) એ તેની વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. જેના પગલે પોલીસે  તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.