વડગામની હાઇસ્કૂલમાં વિદ્યાર્થીને પ્રશ્ન ન આવડતા શિક્ષકે સ્ટમ્પ વડે ફટકારતા ચકચાર

 વડગામની એક હાઇસ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક દ્રારા પ્રશ્નોત્તરી ખરી કરવા આપેલ જે વિદ્યાર્થીને ન આવડતા શિક્ષકે વિદ્યાર્થીને સ્ટમ્પ વડે મેદાનમાં લઇ જઇ ફટકારતા ઘાયલ વિદ્યાર્થીને સારવાર અર્થે પાલનપુરની સિવિલમાં ખસેડાયો હતો જોકે શિક્ષકની હેવાનીયતને લઈ પંથકમાં ફિટકાર વરસી રહી છે.

 
   બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓને ઢોર મારમારવાની ઘટનાઓ વચ્ચે સરસ્વતીના ધામમાં શિક્ષકો હદ પાર કરી માસૂમ વિદ્યાર્થીઓને ઢોર મારમારવાની અનેક ઘટના સામે આવી રહી છે. જેમાં વડગામની એક હાઇસ્કૂલમાં ગુરુવારે ધોરણ ૧૨માં અભ્યાસ કરતા હિમાંશુ નામના વિદ્યાર્થીને શિક્ષક દ્રારા અંગ્રેજીના વિષયના પ્રશ્નો મોઢે કરવા આપ્યા હતા. જોકે વિદ્યાર્થીને પ્રશ્નો પુરા ન આવડતા શિક્ષકે વિદ્યાર્થી ને રુમ ની બહાર કાઢી સ્ટમ્પ વડે પગ ની નીચે તેમજ હાથ માં ફટકારતા વિદ્યાર્થી ના પગ માં ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે પાલનપુરની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાને લઈ પીડિતના દાદાએ શિક્ષક સામે પગલાં ભરવાની માંગ કરવા સાથે પંથકમાં શિક્ષક વિરુદ્ધ ફિટકાર વરસી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.