02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દીકરાને જમાડવા કિચનમાં લઈ ગઈ મા,તે દરમિયાન કરંટ લાગતા મા-દીકરા બંનેનું મોત નિપજ્યું

દીકરાને જમાડવા કિચનમાં લઈ ગઈ મા,તે દરમિયાન કરંટ લાગતા મા-દીકરા બંનેનું મોત નિપજ્યું   26/08/2018

સુખદેવ નગર બસ સ્ટેન્ડ પાછળ બુધવારે સવારે 11.30 વાગે ઊંઘી રહેલા દીકરાને તેની માતા કિચનમાં જમાડવા માટે લઈ ગઈ હતી. તે દરમિયાન કરંટ લાગતા મા-દીકરા બંનેનું મોત થયું છે. ડોક્ટર તરફથી બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘરે લઈ ગયા પછી બંનેના મૃતદેહમાં થોડી હલનચલ દેખાતા પરિવારજનો બંનેને ફરી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ઈસીજી પછી ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

સીમાનો પતિ વિક્કી દુકાન ચલાવે છે જ્યારે સીમા ઘરે બ્યુટી પાર્લરનું કામ કરે છે. 15 વર્ષનો દીકરો મોહિત 9માં ધોરણમાં અને દીકરી દીશું 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.
સીમાની સાસુ રાજરાનીએ જણાવ્યું કે, બુધવારે સ્કૂલમાં રજા હતી. મોહિત મોડે સુધી ઊંઘી રહ્યો હતો તેથી સીમાએ તેને ઉઠાડ્યો અને ત્યારપછી તેને જમવા માટે કિચનમાં લઈ ગઈ હતી. થોડી વારમાં જ બંનેની ચીસો સંભળાઈ હતી. જઈને જોયું તો મોહિત દીવાલ સાથે ચોંટેલો હતો અને સીમા નીચે પડી ગઈ હતી. આ જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ હતી. પડોશીઓએ બહારથી લાઈટની મેઈન સ્વિચ બંધ કરી દીધી અને તેમને બહાર કાઢ્યા.
સિટી સબ ડિવીઝનના એસડીઓ લલિત અત્રીએ જણાવ્યું કે, કર્મચારીઓએ ઘટના સ્થળે જઈને જોયું તો ખબર પડી કે ઘરની અંદર ફોસ્ટ હોવાના કારણે આ ઘટના બની છે. વીજળી નિગમની લાઈન અથવા અન્ય ઉપકરણના કારણે ઘરમાં કરંટ નથી આવ્યો.

સીમા તેના દીકરાને ગરમ ગરમ પરોઠા ઉતારીને જમાડતી હતી. ઘટના સમયે એક પરોઠો તવી પર હતો અને બીજો સીમા વણી રહી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, હજુ તો 15 દિવસ પહેલાં જ પતિ-પત્નીએ દીકરાને બુલેટ અપાવ્યું હતું.

ઘટનાની જાણ કર્યા પછી પણ વીજળી નિગમના અધિકારીઓ ઘટના સ્થળે ન આવતા લોકોમાં ગુસ્સાની લાગણી જોવા મળી હતી. ત્યારપછી કાઉન્સીલર અશોક નારંગે એસડીઓને ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી. ત્યારે લાઈન મેન તપાસ કરવા પહોંચ્યો હતો. ત્યારે વીજળીના તાર લોકોના ઘરને ચોંટેલા હતા.

 

 આ સંજોગોમાં લોકોએ વરસાદમાં આજ તારથી ઘરમાં કરંટ આવતો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે જેએસડીઓએ જણાવ્યું હતું કે, ઘરની લાઈનમાં ફોલ્ટ હોવાના કારણે આ ઘટના બની છે. સીમાની ગલીમાં લાગેલા વીજળીના તાર ઘણાં ઘરો સાથે ચોંટાલા છે. તેથી અહીં ઘણી વખત ઘરની દિવાલોમાં કરંટ આવવાની ફરિયાદ આવતી હોય છે.
 સોસાયટીના લોકોએ જણાવ્યું કે, ઘણી વખત નિગમને ખુલ્લા વીજળીના તારમાં કેબલ નાખવાનું કહ્યું છે. પરંતુ તેઓ અમારી એક પણ વાત માનતા નથી.

Tags :