પાટણ ડેપો સંચાલિત બસમાં ફરજ બજાવતા કંડક્ટરના તુમાખી ભર્યા વર્તનથી લેખિત ફરિયાદ

 
ચાણસ્મા
આજે યાત્રાધામ બહુચરાજીમાં કારતક માસની પૂનમના રોજ મા બહુચરના ધામેથી દર્શન કરી પાટણ પરત ફરી રહેલ કેટલાક શ્રધ્ધાળુઓ બહુચરાજી ડેપોમાંથી બપોરના ૧૧-કલાકે ઉપડીને વાયા મોઢેરા, ચાણસ્મા તરફ જતી પાટણ ડેપો સંચાલિત બસમાં ફરજ બજાવતા કંડકટરના તુમાખી ભર્યા વર્તનનો બે મુકબધીર સહિત અન્ય મુસાફરો ભોગ બનતાં આ કંડક્ટર વિરૂધ્ધ મહેસાણા એસ.ટી.વિભાગીય અધિકારી સમક્ષ એક લેખિત ફરિયાદ કરી કંડક્ટર વિરૂધ્ધ ખાતાકીય પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. પાટણ ડેપો સંચાલિત એક લોકલ બસ નં. (જી.જે.૧૮.વાય.) પ૧૭૬ આજે બપોરના ૧૧-વાગે બહુચરાજી ડેપોમાંથી વાયા મોઢેરા, ચાણસ્મા પાટણ જવા મુકવામાં આવી હતી. આ બસમાં ફરજ પરના કંડક્ટરે એકમાત્ર એસ.ટી.તંત્રને નુકશાન કરવાના ઈરાદાથી બસમાં જગ્યા હોવા છતાં આ બસમાં માત્ર પાટણના જ પેસેન્જરોને બેસાડ્યા હતા. એસ.ટી.સ્ટેન્ડમાં આ રૂટ ઉપરના અન્ય ગામોના મુસાફરો હોવા છતાં પેસેન્જરોને બસમાં બેસવા મનાઈ ફરમાવી હતી. કંટક્ટરે  બુકીંગ દરમ્યાન જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો મફત મુસાફરી પાસ ધરાવતા બે મુકબધીર લાભાર્થીઓ સાથે અણછાજતુ વર્તન કરી તેમની સાથે ઝપાઝપી કરી ધક્કો મારી નીચે ઉતારી દીધા હતા. અપંગ પાસ ધરાવતા લાભાર્થીઓ માટે મફત મુસાફરી હોવા છતાં મનસ્વી પણે દાદાગીરી કરી મુસાફરની આજીજી હોવા છતાં કોઈ વાત કાને ઘરી ન હતી.
આ બસમાં મુસાફરી કરતા એક પેસેન્જરને મોઢેરા  સૂર્યમંદિર સ્ટેન્ડ ઉપર ઉતરવાનું હોવા છતાં તેની જગ્યાએ કંડક્ટરે તે પેસેન્જરને ૧પ કિ.મી.દુર ચાણસ્મા સ્ટેન્ડે ઉતારી દીધો હતો. આ બસને અન્ય કોઈ લોકલ સ્ટેન્ડ ઉપર લઈ જવાને બદલે બારોબાર ચાણસ્મા થઈને પાટણ લઈ જતાં બસમાં મુસાફરી કરતા પેસેન્જરોને હેરાનગતિ થઈ હતી. બહુચરાજી સ્ટેન્ડમાં ઉપડતાં જ બસમાં જગ્યા હોવા છતાં ચાણસ્માના પસેન્જરોને લેવા માટે પણ ઈન્કાર કરી દીધો હતો. પુનમના દિવસે જ દર્શન માટે આવતા શ્રધ્ધાળુઓ આ માથાભારે કંડક્ટરના વર્તનનો ભોગ બનતાં તેમના વિરૂધ્ધ કાર્યવાહી થવા એસ.ટી.તંત્રને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.