આઇપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન ચેમ્પિયન :દિલધડક ફાઇનલમાં ચેન્નાઈને 1 રને હરાવ્યું

હૈદરાબાદઃ આઈપીએલ-12ના દિલધડક ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા બોલ પર ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપીને રેકોર્ડ ચોથી વખત આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ચેન્નઈને અંતિમ ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ મલિંગાએ માત્ર સાત રન આપ્યા હતા. ચેન્નઈને છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી પરંતુ મલિંગાએ શાર્દુલ ઠાકુરને LBW આઉટ કરીને મુંબઈને વિજય અપાવ્યો હતો.આઈપીએલ-12ની  ફાઇનલ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી હતી.જેમા મુંબઈનો મુકાબલો ચેન્નાઇ સુપરકિંગ્સ સામે થયો હતો મુંબઈ ઇન્ડિયન્સે આપેલા 150 રનના પડકાર સામે ચેન્નાઈ સુપરકિંગ્સે 19.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 14 8 રન બનાવી લીધા છે. પ્લેસિસ 26 રને ક્રુણાલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો હતો. રૈના 14 બોલમાં 8 રન બનાવી એલબી આઉટ થયો હતો. રાયડુ ખાસ કમાલ ન કરી શકતા 1 રને આઉટ થયો હતો. ફોર્મમાં રહેલો ધોની પણ 2 રન બનાવી સસ્તામાં આઉટ થયો હતો. ચેન્નાઈએ 82 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. વોટ્સને એક છેડો સાચવી રાખતા 44 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. મુંબઈનો ડી કોક 17 બોલમાં 29 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો.તેણે ચાર સિક્સર ફટકારી હતી. ડી કોક બાદ રોહિત શર્મા 15 રને રાહુલનો બીજો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ 15 રન બનાવી ઇમરાન તાહિરની ઓવરમાં આઉટ થયો હતો.આ પછી ક્રુણાલ પંડ્યા 7 રને આઉટ થતા મુંબઈએ 89 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઇશાન કિશન 23 રન બનાવી તાહિરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. પોલાર્ડે 25 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 41 રન બનાવી ટીમનો સ્કોર 149 સુધી પહોંચાડ્યો હતો. ચેન્નાઈ તરફથી દીપક ચહરે 3 વિકેટ ,જ્યારે શાર્દુલ ઠાકુર અને તાહિરે 2-2 વિકેટ ઝડપી હતી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.