અમેરિકાના ટેક્સાસમાં રહેતી મુસ્લિમ મહિલાએ બનાસકાંઠાના કાણોદરમાં 2.50 કરોડ ખર્ચે ગૌશાળા શરૂ કરી

અત્યારે ગૌ સંરક્ષણના નામે દેશમાં ગૌરક્ષકો દ્વારા હિંસાની વાતો થાય છે, ત્યાં એક એનઆરજી મુસ્લિમ મહિલા ગાયોનું સંરક્ષણ કરી રહી છે. અમેરિકાના ટેક્સાસમાં રહેતી મર્જિયા મુસા નામની મુસ્લિમ મહિલા ડેરી ક્રાંતિ માટે કામ કરી રહી છે. પરંતુ તે બનાસકાંઠા જિલ્લામાં આવેલા પોતાના પૈતૃક ગામ કાણોદર માટે કંઇક કરવાનું વિચારતી હતી. ઘણું વિચાર્યા બાદ તેણ નિર્ણય લીધો કે, તેના ગામ માટે ડેરી ખોલવાનું સૌથી સરળ રહેશે. તેણે નવેમ્બર 2016ના રોજ પોતાના ગામમાં પાંચ એકર જમીન ખરીદીને અહીં 22 ગાયો રાખી. આ પ્રોજેક્ટ પર શરૂઆતમાં તેણે 2.50 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આજે તેની પાસે ડચ ઓરિજિનની 120 હોલિસ્ટન ફ્રિઝન ગાય છે.
 
મુસાના જણાવ્યા મુજબ, તેને સ્થાનિક લોકોએ ઘણી મહેનત કરી અને તેણે પોતાના ફાર્મને સંપુર્ણ રીતે ઓટોમેટેડ કરી લીધું છે. મુસા અહીંના લોકોની વચ્ચે ગાયોની દેખરેખને લઇને જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. મુસાએ જણાવ્યું કે, તેને આ પ્રોજેક્ટ માટે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો છે. થોડાં સમય પહેલાં મહારાષ્ટ્રથી તેઓની કેટલીક ગાયો ગુજરાત લાવી રહી હતી. ત્યારે રસ્તામાં કેટલાંક ગૌરક્ષકોએ તેનું વાહન રોકી લીધું હતું, તેને આ સમાચાર મળ્યા તો તેણે તાત્કાલિક પોલીસને ફોન કરીને મદદ માંગી હતી.મુસા દરેક ગાયના ભોજન પાછળ દરરોજ 250 રૂપિયા ખર્ચ કરી શકે છે. દરરોજ એક ગાય અંદાજિત 14 લીટર દૂધ આપે છે.તે કહે છે કે, તેને દૂધ વેચીને સામે કોઇ નફો નથી થતો. દરેક મહિને તે લગભગ બે લાખ રૂપિયાના પશુઓનો ચારો વેચે છે અને આ ચારો તે અંદાજિત 32 જડી-બુટીઓથી બનાવે છે. એટલું જ નહીં, તે દૂધના ઉત્પાદન અને ઘી પણ વેચે છે.ગાયોની દેખરેખ માટે તે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમનો પ્રયોગ કરે છે. ઓટોમેટેડ દૂધ પાર્લરમાં પેરામીટરમાં ગાયોના દૂધની ક્ષમતા, તેના ખાવાની ક્ષણતા, શરીરના તાપમાન અને તેના પ્રજનના તમામ ડેટા એકઠાં થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં આવેલા પૂરમાં એક ગાય અને વાછરડું તણાઇ ગયું. આખા ફાર્મમાં પાણી અને કીચડ થઇ ગયું હતું. ફાર્મને ફરીથી બેઠું કરવામાં અનેક દિવસો લાગ્યા હતા. મુસાના બે બાળકો છે જે યુએસમાં રહે છે. મુસાએ જણાવ્યું, ટેક્સાસમાં હું હોમ ફ્લિપિંગ ઇન્ડસ્ટ્રી માટે કામ કરી રહી હતી. આ વ્યવસાયમાં જૂના મકાનોના સમારકામ અને તેના વેચાણનું કામ હોય છે. થોડાં સમય બાદ મને લાગ્યું કે, મારે વતન માટે કંઇક કરવું જોઇએ.શરૂઆતમાં મેં મારાં ગામમાં એક ઓટોમેટેડ ગૌશાળા બનાવી. અહીંદૂધ ઉત્પાદન, ગાયોની દેખરેખ અને દૂધ વેચવા માટે ત્રણ મહિલાઓને રાખી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.