સુરતમાં સવારે નાસ્તો લેવા જતી તી કિશોરી, કચરાપેટીમાં પતંગની દોરીમાં લપેટાયેલી બાળકીનો રડવાનો અવાજ સાંભળી

ગુજરાત
ગુજરાત

સુરતઃ સવારે નાસ્તો લેવા જતી’તી કિશોરી, કચરાપેટીમાં પતંગની દોરીમાં લપેટાયેલી ઢીંગલીનો રડવાનો અવાજ આવ્યો નેસુરતમાં નિષ્ઠુર જનેતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાત્રે તો ઠીક પણ ભર બપોરે સ્વેટર પહેરીને નીકળવું પડે તેવી ઠંડી પડી રહી છે. વહેલી સવારે તો હાડ થીજવતી ઠંડી પડે છે. તેવામાં સુરતમાં આવી જ કાતિલ ઠંડીમાં સવારે નાસ્તો લેવા જતી કિશોરીને કચરાપેટીમાંથી એક ત્યજેલી નવજાત બાળકી મળી આવી હતી.
 
આ ઘટના સુરતના પનાસ ગામના એસએમસી ક્વાટર્સની છે. ક્વાટર્સમાં રહેતી ૧૫ વર્ષની ધારા ગોડસે વહેલી સવારે નાસ્તો લેવા જતી હતી. પણ રસ્તામાં એક કચરાપેટીમાંથી કોઈ બાળકીના રડવાનો અવાજ આવતો હતો. હવે સ્વાભાવિક છે કે, કચરાપેટીમાં બાળકીનો રડવાનો અવાજ સાંભળી સૌ કોઈ ડરી જાય, અને ત્યાંથી ભાગી જાય. પણ આ ૧૫ વર્ષની બાહોશ બાળકી કચરાપેટી પાસે ગઈ. અને તેણે ત્યાં જે જોયું તેનાથી તેના હોશ જ ઉડી ગયા.
 
ધારાએ કચરાપેટીમાં એક બાળકીને જોઈ હતી. બાળકી તાજી જન્મેલી હતી. તેના શરીર પર પતંગની દોરીઓ વીંટાળેલી હતી. બાળકીને જોઈ તરત ધારાએ તેને કચરાપેટીમાંથી બહાર કાઢી લીધી હતી. અને દુકાને લઈ ગઈ હતી. અને ત્યાં બેસીને તેણે બાળકીનાં ગળાં પર લપેટાયેલી દોરીઓ કાઢી હતી. અને વહેલી સવારે ઠંડીમાં મરવા છોડીને મૂકી ગયેલ માતાની બાળકીને તેણે કપડાં પહેરાવીને ગરમીની હૂંફ આપી હતી.
 
દુકાન પર આ સમયે ધારાની માતા આવી ગઈ હતી. અને બાળકી ક્યાંથી મળી તે અંગે પુછતાછ શરૂ કરી દીધી હતી. જેમાં ધારાએ જણાવ્યું કે, આ બાળકી કચરાપેટીમાં પડી હતી. જે બાદ ધારાની માતા પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. અને તેઓએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને પોલીસને પણ જાણ કરી હતી. એમ્બ્યુલન્સમાં બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.