મોરબીમાં 2250 ફૂટ અને પાલીતાણામાં 1107 ફૂટ લાંબા ત્રિરંગા સાથે નેશનલ ફ્લેગ માર્ચ

મોરબી: મોરબીમાં નેશનલ ફ્લેગ દિવસ નિમિતે આજે મંગળવારે મોરબીની નીલકંઠ વિદ્યાલય અને યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા બેન્ડ સાથે 2250 ફૂટના લાંબા ત્રિરંગા સાથે ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 લોકો જોડાયા હતા અને અડધા કિલોમીટર લાંબી ફ્લેગ માર્ચ હતી. આ ફ્લેગ માર્ચ નીલકંઠ વિધાલયથી નીકળી વિવિધ સ્થળે ફરી હતી અને શાળાએ પરત ફરી હતી. તેમજ પાલીતાણામાં પણ 1107 ફૂટ લાંબા ત્રિરંગા સાથે યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

 

આ ફ્લેગ માર્ચનું રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલયથી પ્રસ્થાન થયું હતું અને રવાપર રોડ પરથી નવા બસ્ટેન્ડ, શનાળા રોડ થઈ ગાંધી ચોકથી પરત રવાપર રોડ થઈને નીલકંઠ વિદ્યાલય ખાતે પરત ફરી હતી. 2250 ફૂટ લાંબા ત્રિરંગાને પકડવા માટે અંદાજીત 500થી વધુ લોકો જોડાયા હતા.

 

પાલીતાણા પણ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઇ સંસ્થા અને સ્કૂલોના વિદ્યાર્થીઓએ 1107 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકળી હતી. જૈનતીર્થ નગરી દેશભક્તિમાં લીન થઇ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.