પરબત પટેલ પછી ભાજપ પાટણમાં કોનું પત્તું કાપી શકે છે

કોંગ્રેસ, જનતાદળ, અપક્ષ અને હવે ભાજપમાં એમ ત્રણ દાયકાની લાંબી રાજકિય કાર્રિકદી ધરાવતા રાજ્યમંત્રી પરબત પટેલને બનાસકાંઠા લોકસભામાં ઉતાર્યા બાદ ભાજપમાં હવે પાટણ લોકસભા જીતવા કેબિનેટ મંત્રી દિલિપ ઠાકોર ઉપર ચૂંટણી લડવાનું દબાણ વધ્યુ છે.
 
પાટણમાં વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાના વેવાઈ હોવાના નિસબતે ભાજપ દિલિપ ઠાકોર ચૂંટણી લડે તો ઠાકોર સમાજના મોભી લીલાધરભાઈ કોઈ વિરોધ કરે નહી. આ ગણિતનો લાભ ઉઠાવવા ભાજપ કેબિનેટ મંત્રીને ટિકિટ ફાળવશે તેમ સ્પષ્ટ મનાય છે. ગતવર્ષે બળવો કરીને ભાજપ ભેગા થયેલા કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રીપદે બેસાડયા ત્યારે રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલ પાસેથી પાણી પુરવઠા વિભાગ આંચકી લેવાયો હતો.
 
હવે તેમને બનાસકાંઠામાં ચૂંટણી લડવા મોકલી દેવાયા છે. બનાસકાંઠામાં હરીભાઈ ચૌધરી, શંકર ચૌધરી, પરથી ભટોળ જેવા મોટાગજાના નેતાઓ હોવા છતાંયે ભાજપને ૭૦ વર્ષ વટાવનારા પરબત પટેલને ઉતારવા પડયા છે. તેવી જ રીતે ઠાકોર મતોના વર્ચસ્વ ધરાવતા પાટણમાં દિલિપજીના નામની જાહેરાત આજકાલમાં કરશે તેમ મનાય છે.

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.