ભાભરમાં સોનાના દાગીના અને રોકડ ભરેલો થેલો ઝુંટવી 18 લાખની લૂંટ કરી લૂંટારા ફરાર થઈ જતાં ચકચાર

વેપારીની દુકાનના આસપાસના સીસીટીવી પોલીસ દ્વારા ચકાસી આરોપીઓને ઝડપી લેવા નાકાબંધી કરી આખી રાત મથામણ કરતાં સવારે બે આરોપી લૂંટ ના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં વેપારીઓ એ લીધો રાહતનો દમ.
 
ભાભરમાં રવિવારની સાંજના સમયે ભાભરમાં રૂ.૧૮લાખના મુદ્દામાલ ની લૂંટ ચલાવી બાઈક સવાર બે લૂંટારા ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. વેપારી ને લૂટી લેવીની ઘટના થી શહેરમાં ચકચાર મચી જવા પામી છે.  દુકાનથી ઘરે  જતા સમયે ભાભર સોના-ચાંદીના દાગીના ની દુકાન ના વેપારી ઠક્કર સગાળચંદ ધારશીભાઈ ગ ઈ કાલે સાંજે દુકાન વધાવી ઘરે જ ઈ રહ્યા હતા ત્યારે ભાભર આઝાદચોક ના રસ્તે પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક બાઈક માં સવાર રૂમાલ વડે મોં બાંધી આવેલા ઈસમો એ વેપારી ના હાથમાં રહેલો   સોના-ચાંદીના દાગીના અને કેશ ભરેલી થેલો લૂંટારાઓ એ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ૧૮ લાખની લૂંટ થઈ હતી. લૂંટ ની ઘટના બનતાં લોકો અને વેપારીઓ માં ફફડાટ ફેલાયો હતો. જેની ભાભર પોલીસને જાણ કરાતા ભાભર પોલીસે નાકાબંધી કરી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરાઈ હતી ત્યારે સવારના સમયે બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલતા વેપારીઓ એ રાહત અનુભવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.