ટેન્કરોમાંથી કરાતી ઓઇલ ચોરીનો પર્દાફાશ ઃ ૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત

છાપી : વડગામ તાલુકા ના છાપી નજીક તેનીવાડા હાઇવે ઉપર રાત્રીના સમયે એક હોટલ ઉપર ટેન્કર ચાલકના મેળાપણાથી ટેન્કરોમાંથી ઓઇલની ચોરી કરતા બે ઈસમોને સરહદી રેન્જ ભુજ પોલીસે ઝડપી પાડ્‌યા હતા. જ્યારે ચાર ઈસમો ફરાર થઈ ગયા હતા. દરમિયાન છાપી પોલીસે હોટલ પાસેના ખેતરના વાડામાંથી ચોરી કરેલ કેસ્ટર ઓઇલ ૩૮૫ લીટર ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
 પ્રાપ્ત વિગતો મુજબ છાપી પીએસઆઈ આઈએચ હિંગોરાને મળેલ ખાનગી બાતમી આધારે તેનીવાડાની હોટલ ઉપર ટેન્કર ચાલકોની મિલીભગતથી ઓઇલ ચોરી કરી વેચાણ કરવામાં આવે છે. જેથી બાતમી આધારે સોમવાર રાત્રે  વડગામ તાલુકાના છાપી નજીક આવેલ તેનીવાડા હાઇવેની મહાદેવ હોટલ સંચાલકના ઘરના વાડાની તલાશી લેતા વિવિધ જગ્યાઓ ઉપર પ્લાસ્ટીકના કેરબાઓમાંથી દિવેલ ઓઇલ લીટર ૩૮૫ કિંમત રૂ. ૩૮૫૦૦ નું કબ્જે કરી હોટલ સંચાલક દલજીભાઈ વાઘજીભાઈ ચૌધરી તેમજ કાળુભાઇ લાલજીભાઈ ચૌધરી વિરુદ્ધ ગેરકાયદેસર ટેન્કર ચાલકોની મેળાપણાથી ચોરી કરી સસ્તું વેચાણ કરવા બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે  સરહદી રેન્જ ભુજ કચ્છ દ્વારા મહાદેવ હોટલ ઉપર ટેન્કર નંબર જી.જે. ૧૨ ઝેડ ૧૫૨૫ માંથી દિવેલ તેલ લીટર ૧૦ કાઢતા રંગેહાથ ઝડપી પાડી ટેન્કર ચાલક કીર્તિભાઈ દામાભાઈ પારેગી રહે. માડકા તા. વાવ અને શાહિદ અબ્દુલ વાહીદ ગેહલોત મૂળ રહે ટાંક રાજસ્થાનની અટકાયત કરી હતી. જ્યારે આ બાબતે બન્ને આરોપીઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે ચોરેલું ઓઇલ દલજીભાઈ ચૌધરી, કાળુભાઇ ચૌધરી, લખાભાઈ તેમજ યોગેશભાઈ રાખે છે. જેઓ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ટેન્કરોમાંથી ઓઇલ ચોરીના ગુનામાં ઓઇલ સહિત ટેન્કર મોબાઇલ, બે કાર મળી  કુલ રૂ. ૪૫ લાખનો મુદ્દા માલ છાપી પોલીસ તેમજ સરહદી રેન્જ પોલીસ દ્વારા જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.