અરવલ્લી જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટરનું જિલ્લા કલેકટર દ્વારા ઉદઘાટન કરાયું

મોટી ઇસરોલ : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એકજ સ્થળે મળી રહે તે માટે “સખી” વન સ્ટોપ સેન્ટર અરવલ્લીનું ઉદઘાટન જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ ધામલીયાની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું. પ્રાસંગિક ઉદબોધનમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે હિંસાથી પ્રભાવિત માહીલાઓને ખાનગી અને જાહેર સ્થળોએ કુટુંબમાં,સમુદાયમાં અને કાર્યસ્થળ પર તેનો નિકાલ આવે છે આ સંસ્થાથી મહિલાઓની શારીરિક, જાતીય,ભવાત્મક, માનસિક અને આર્થિક દુરુપયોગનો સામનો કરતી મહિલાઓને ન્યાય મળશે મહિલાઓને વિરુધ્ધના કોયપણ પ્રકારના હિંસા સામે લડવા માટે એકજ છત હેઠળ તબીબી કાનૂની માનસિક અને પરામર્શ સપોર્ટ સહિતની અનેક સેવાઓ તાત્કાલિક,કચેરી અને બિન કચેરીની સુવિધાઓ આપવામાં આવશે આમાં મહિલાઓ જેટલી જાગૃતિ થશે એટલો એમને લાભ મળશે. તથા આ સંસ્થા ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી. હતી
 આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ ધામલીયા એ સંસ્થાને શુભેચ્છા પાઠવતા સંસ્થા દ્વારા ચાલતી વિવિધ યોજના તથા સુવિધાઓને મહિલા લાભ લઇ અને અન્ય મહિલાઓને મદદરૂપ થવા જણાવવું છું.
આ પ્રસંગે પરખ સંસ્થાના મંત્રી હું કૌશલ્યા કુવરબાએ પરખ સંસ્થા દ્વારા ચાલતી પીડિત મહિલાઓ માટે યોજના તથા તથા સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ વિષે સિધ્ધી આપ જણાવ્યું હતું પરત સંસ્થા મહિલાઓનું દરેક ક્ષેત્રે એટલે કે આર્થિક સામાજિક તેમજ શૈક્ષણિક રીતે શક્તીકરણ થાય તે પ્રકારની કામગીરી કરી રહી છે. 
 જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી દિપેશ પંડ્‌યાએ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના માધ્યમથી મહિલાઓ માટે જાતીય સતામણી,જાતીય હુમલો,ઘરેલું હિંસા,કાયદાકીય કારકીદી,આરોગ્ય શીબીરો અને તાલીમો મફત્ત આપવામાં આવે છે જે લાભ લેવા જણાવ્યું તથા આવનાર દિવસો અરવલ્લી જિલ્લામાં સંસ્થાનું એક નવીન મકાન  પણ બનાવવામાં આવશે એમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કૌશલભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી મેગા બેન ગોસ્વામી,વિવિધલક્ષી મહિલા કેન્દ્રના સંચાલકશ્રીઓ પરખ સંસ્થાના પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ,ચેતનાબેન, અશ્વિનભાઈ પટેલ, તથા વિવિધ સંસ્થાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.