પાલનપુર પાલિકામાં લાખો રૂપિયાની છેતરપીંડી મામલે તટસ્થ તપાસ થશે ?

પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં નગરપાલિકાની ચેકબુક બારોબાર લઇ જઈ ત્રણ ચેક ભરી રૂ. ૨૭ લાખની છેતરપિંડી આચરાઈ છે. જે છેતરપીંડી પાછળ પાલિકા સામે જ શંકાની સોય તકાઈ રહી છે. ત્યારે આ મામલે પુરાવાનો નાશ થાય તે પૂર્વે જવાબદારોની બદલી કરી તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠી છે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા માં નિરંકુશ બનેલા વહીવટમાં મોદીના નામે બની બેઠેલા ચોકીદારોના નાક નીચે પાલિકા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે.નગરપાલિકાની ચેકબુક કોઈ અજાણ્યા ઈસમો બારોબાર બેન્કમાંથી લઈ ગયા અને નગરપાલિકા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પાલનપુર નગરપાલિકાએ પૂર્વ પોલીસ મથકે નોંધાવી છે. ત્યારે આ છેતરપિંડી ની તપાસ મામલે પોલીસ પણ હવામાં બાચકા ભરી રહી છે. હજીસુધી પોલીસ તપાસના નામે કઈ ખાસ ઉકાળી શકી નથી. જયારે પાલિકા પણ આટલી મોટી છેતરપિંડી મામલે તપાસ મામલે કોઈ ઝાઝો ઉત્સાહ દાખવી રહી નથી. જે બાબત ખુદ પાલિકાને શંકાના દાયરામાં લાવી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.