બનાસકાંઠા જિલ્લાનું ધોરણ-10નું 68.59 ટકા પરિણામ, સમગ્ર ઉત્તર ગુજરાતમાં A-1માં મેદાન માર્યુ

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાનું ધોરણ-10નું 68.59 ટકા પરિણામ આવ્યું છે તેમાંય સમગ્ર ઉત્તર ગુજરાતમાં A-1માં બનાસકાંઠા જિલ્લાએ મેદાન માર્યુ છે. જ્યારે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં 65 ટકા પરિણામ આવ્યું છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં કુલ 127582 પરીક્ષાર્થી નોંધાયા હતા. જેમાંથી 126357 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 83493 વિદ્યાર્થીઓ સર્ટિફિકેટમાં માટે ક્વોલિફાઈ થયા છે. પાંચેય જિલ્લામાંથી A-1 મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 449 રહી છે .
A-1 મેળવનારની સંખ્યામાં બનાસકાંઠામાં સૌથી વધુ 121 હતી. બીજા નંબરે મહેસાણા જિલ્લો રહ્યો હતો. ત્યાં 116 વિદ્યાર્થીઓએ A-1 રેન્ક મેળવ્યો છે. અનુક્રમે પાટણમાં 77, સાબરકાંઠામાં 70 અને અરવલ્લીમાં 65 વિદ્યાર્થીઓએ આ રેન્ક મેળવ્યો છે.
A-2 રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં 3337 રહી છે. જેમાં મહેસાણામાંથી સૌથી વધુ 1127 અને પાટણમાંથી માત્ર 392 વિદ્યાર્થીઓને આ રેન્ક મળ્યો છે.ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં B-1રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 8239 રહી છે. B-2 રેન્કમાં 18333, C-1 રેન્કમાં 31494, C-2 રેન્કમાં 20801, D રેન્કમાં 840, E-1 રેન્કમાં 5157 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. જ્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓએ E-2 રેન્ક મેળવ્યો છે અને તેમની સંખ્યા 37707 રહી છે.બનાસકાંઠામાં 29181, અરવલ્લીમાં 10574, મહેસાણામાં 20604, પાટણમાં 10627 અને સાબરકાંઠામાંથી 12507 વિદ્યાર્થી સર્ટિફિકેટ મેળવવા લાયક ઠર્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.