જગાણા ખાતેના સ્ટ્રોંગરૂમ પાસે નમો વાઇફાઇ એક્ટિવ જણાતાં ચકચાર

૫ાલનપુર દેશભરમાં ઇવીએમની ગરબડીને લઈને વિપક્ષો દેકારો મચાવી રહ્યા છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ઈફસ્ સ્ટ્રોંગ રૂમ પાસે નમો વાઇફાઇ કનેક્ટ થતું હોવાની ફરિયાદ સામે આવી છે.   બનાસકાંઠા લોકસભા ચૂંટણી સંપન્ન થયા બાદ ઇવીએમ જગાણા  પાસે આવેલ સરકારી એન્જીનિયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં કાંગ્રેસના પ્રતિનિધિ ગયા હતા.જ્યાં તેમના મોબાઈલમાં નમો વાઇફાઇ પકડાતું હોવાની ફરિયાદ સામે આવી હતી. દરમિયાન, કોંગ્રેસના ઉમેદ વારના પુત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે ગરબડીની આશંકા સેવતા ચૂંટણી અધિકારીને  ફરિયાદ કરી હતી. તેઓએ ટેક્નોલોજી ના યુગમાં બધું જ શક્ય હોઈ આ અંગે સાયબર ક્રાઇમ તળે ગુનો નોંધી ઝીણવટભરી તપાસની માંગ કરી હતી. કાંગ્રેસની ફરિયાદને પગલે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી વાય. પી.ઠક્કર તાત્કાલિક સ્ટ્રોંગ ખાતે દોડી આવ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી. જ્યાં તેમને નમો વાઇફાઇ કનેક્ટ થતું હોવાનું કબૂલ્યું હતું.   જો કે, ઈફસ્ માં કોઈપણ પ્રકારની રેડીઓ ફ્રિકવનસી  કે નેટ કનેકટ થતું ના હોવાથી કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ ના શકે તેવો દાવો ચૂંટણી અધિકારીએ કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.