દરેક રાજકીય પક્ષોના સુકાનીઓ અચુક શાંતિવન આવે : રાજનાથસિંહ

બ્રહ્માકુમારીઝના આબુ તળેટી  શાંતિવન ખાતે યોજાયેલ વૈશ્વિક શિખર સંમેલનનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો જેમાં ૧૪૦ દેશોના ૧૦ હજારથી વધુ મહાનુભાવો ઉપસ્થત રહેલ પોતાના ઉદ્‌ઘાટન ભાષણમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ જણાવ્યું કે મન-વચનથી શુદ્ધ માનવ સાચા અર્થમાં પર્યાવરણને શુદ્ધ કરી શકશે વૈશ્વિક શાંતિ અને સ્વસ્થ પર્યાવરણ સમયની માંગ છે જે વિજ્ઞાન અને અધ્યાત્મકતાના સમન્વયથી સફળ થશે. જે કાર્ય બ્રહ્માકુમારીઝ શાંતિદૂત બની માનવ માત્રમાં ગુણ-શક્તિ ના બીજ રોપી કરી રહેલ છે આપે  શ્રોતાઓને શાંતિવન થી સદા મુસ્કરાટ ભર્યુ જીવનની ગીફટ લઈ જવા જણાવેલ. 
પોતાના વક્તવ્યમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવેલ કે વિશ્વશાંતિ માટે વિશ્વભરમાં કોઈ સતત પ્રયત્ન-કાર્ય કરતી હોય તો તે બ્રહ્માકુમારી બહેનો છે. બ્રહ્માકુમારીઝનો ૧૪૦ દેશોમાં સ્નેહ-સદભાવ યુક્ત પરિવાર જાઈ અનુભવાય છે કે આ કાર્ય નાના મનના માનવનું નથી. જે કાર્ય સરકારને કરવું જાઈએ તે દરેક ક્ષેત્રમાં આ સંસ્થા કાર્ય કરી રહેલ છે વાસ્તવમાં વિજ્ઞાન અધ્યાત્મકતા-પર્યાવરણની નગરી શાંતિવન એક મોડલ છે.
યુએસથી આવેલ પ્રસિધ્ધ અભિનેત્રી મારલા મેયલે જણાવેલ કે સદા જીવનમાં માનવીય ગુણોનું સિંચન અને વિશ્વભરની સમસ્યાઓનું નિરાકરણ ભારતીય સંસ્કૃતિની દેણ છે જેનો અનુભવ શાંતિવનની શ્રેષ્ઠ ઉપલબ્ધી છે. તેણીએ ખરા અર્થમામાનવ સેવાનું કાર્ય કરતી બ્રહ્માકુમારીઝની સરાહના કરેલ. પોતાના આશિર્વચનમાં દાદી રતન મોહીનીજીએ આપસી સ્નેહ સદભાવ અને એકતા માટે ઈશ્વરીય જ્ઞાન  અને રાજયોગના અભ્યાસ પર ભાર મૂકી પોતાના શ્રેષ્ઠ પરિવર્તન માટે સમય આપવા જણાવેલ.
સમારંભના સેક્રેટરી બ્ર.કુ.મૃત્યુજયે સંમેલનનો ઉદેશ બતાવેલ. પ્રસિધ્ધ નૃત્યાકાર ગ્રસીસિંહે સ્વાગત નૃત્યો દ્વારા સર્વનું મન મોહી લીધેલ. આ પહેલા ભવ્ય રીતે સજાવેલ સતયુગની ઝાંખી વિવિધ માનવ સેવાના સ્ટોરની મહેમાનોએ અવલોકન કરેલ તથા ખ્યાતનામ કલાકારો એ લાઈવ વિશાળ ચિત્રો દોરી લોકોને વિચાર કરતા મૂકેલ. કાલે વિશેષ ખુલ્લા અધિવેશનમાં ચર્ચા આગળ વધશે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.