ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન અને ગાંધી વિચારોને યુવાનોએ જીવનમાં ઉતારવા જોઈએ

પાલનપુર :વિશ્વ શાંતિ અને સદભાવનો સંદેશો દેશ-વિદેશમાં પહોંચે તેવા શુભ આશય સાથે નિકળેલી આંતરરાષ્ટ્રીય સદભાવ પદયાત્રા શનિવારે ડીસા તાલુકાના ઢુવા ગામેથી પ્રસ્થાન કર્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા સહિત દેશ-વિદેશના પદયાત્રિકો જોડાયા હતાં. 
ફ્રેન્ડ્‌સ ઓફ ઓલ અને નુતન ભારતી મડાણા ગઢ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય સદભાવ પદયાત્રા ડીસા તાલુકાના આસેડા સહિતના ગામોમાં ફરી શનિવારે ઢુવા ગામેથી પ્રસ્થાન કર્યું હતું. આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પંડ્‌યા, જીલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, ભારતસિંહ ભટેસરીયા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન ચેરમેન મગનલાલમાળી, અમરતભાઇ દેસાઇ (ગઢ), ભગવાનભાઇ બંધુ સહિત  સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, વિશ્વ શાંતિ અને સદભાવનો સંદેશો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તે માટે નીકળેલી આંતરરાષ્ટ્રીય સદભાવ પદયાત્રાનું ગામે-ગામ સ્વાગત-સામૈયા થતાં ભારતીય સંસ્કૃતિના દર્શન થઇ રહી છે. પદયાત્રામાં સ્થાનિક સહિત વિદેશી પદયાત્રિકો પણ જોડાયા છે. જેથી આપની ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન અને ગાંધીજીના વિચારોનો સંદેશો દેશવિદેશમાં પહોંચશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.