અમદાવાદ લઠ્ઠાકાંડના ૧૦ આરોપીને કર્યા દોષિત જાહેર : ૮ આરોપી નિર્દોષ

અમદાવાદ તા. ૨૮ : અમદાવાદના મજૂરગામમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડ કેસમાં આજે કોર્ટમાં ૨૨ આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી સેશન્સ કોર્ટે ૧૦ આરોપીને દોષિત જાહેર કર્યા છે. મહત્વનું છે કે લઠ્ઠાકાંડમાં ૧૫૦ લોકોના મોત થયા હતા. જેમાં મજૂર ગામના ૨૩ લોકોનો સમાવેશ થાય છે. જેમાંથી ૪૦ જેટલા લોકોને અંધાપો પણ આવ્યો હતો. આ મામલે કોર્ટે આખરે ૧૦ આરોપીને દોષિત જાહેર કરી દીધા છે. જેમાં ૮ મહિલા અને ૨ પુરૂષને આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જોકે ૧૨ આરોપી નિર્દોષ સાબિત થયા છે.ઙ્ગસરકારી વકિલે કોર્ટમાં રજુઆત કરી હતી. તેમણે કહ્યું કે, મિનિમમ ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે. આરોપીને વધુમા વધુ સજા થવી જોઇએ. ૬૫-B મુજબ ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. વીનોદ ઉર્ફે ડગરી અને આરોપી ૦૮એ કોઇ દલીલ કરી નહીં. આરોપીના વકીલે દલીલ કરી કે, ઓછામાં ઓછો દંડ કરવામાં આવે. આરોપી નંબર-૦૧ પર ઘરની જવાબદારી છે ઓછો દંડ કરવામાં આવે. આરોપી-૦૮ તેના ઘરનો એક માત્ર સદસ્ય છે નામદાર કોર્ટેને નમ્ર અપીલ છે કે ઓછામ ઓછો દંડ કરવામાં આવે. જુદી જુદી સજા કરવામાં આવે નહીં. આરોપીને પણ સુધારવાની તક આપવી જોઈએ.સરકારી વકિલની દલીલદરેક ગુના માટે અલગ અલગ સજા કરવી જોઈએ અને તેની સજા પણ અલગ અલગ ભોગવવાનો હુકમ કરવો જોઈએ. અહીંયા કેટલાક આરોપીઓ છે જેમના ઘરેથી દારૂ પીધો અને મોત થયા છે. તેમને વધુ સજા થવી જોઈએ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.