નર્મદામાં પાણી માર્ગે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, 4.5 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

છોટાઉદેપુરઃ હાફેશ્વર પાસે નર્મદા નદીમાં બોટમાંથી છોટાઉદેપુર એલસીબીએ 4.5 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં દારૂ સાથે રતન રાઠવા નામના આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે.
 
છોટાઉદેપુર એલસીબીએ બાતમીને આધારે હાફેશ્વર નજીક નર્મદા નદી કિનારે રેડ કરી હતી. જેમાં નર્મદા નદીમાં બોટ મારફતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. આ પહેલા પણ ગુજરાતમાં બોટ મારફતે દારૂ ઘૂસાડવાના પ્રયાસો થયા હતાં.
 
6 મહિના પહેલા કવાંટ તાલુકાના તુરખેડા પાસે નર્મદા નદીમાં બોટ મારફતે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ થયો હતો. જેમાં 23 લાખનો દારૂ પોલીસે જપ્ત કર્યો હતો. અને હવે ફરીથી બીજી વખત બોટમાંથી દારૂ મળ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.