02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇજી નું ૯૩ વર્ષની વયે નિધન, દેશ શોકમગ્ન

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇજી નું ૯૩ વર્ષની વયે નિધન, દેશ શોકમગ્ન   16/08/2018

ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેઈજીનું ૫:૦૫ કલાકે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા ગુરુવારે તેમની તબિયત વધુ લથડતા એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેઓને કીડની,છાતી અને યુરીનમાં ઇન્ફેકશન થવાથી તેમની હાલત ખુબજ નાજુક થઇ ગયી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક નેતાઓ એઈમ્સ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા સાંજે ૫:૦૫ કલાકે વાજપેઈજીનું નિધન થયું હોવાનું જાહેર થતા સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ હતી. જાણવા મળ્યા મુજબ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સમાધિની બાજુમાં તેમની અંત્યેષ્ટિ કરાશે. અટલ બિહારી વાજપેઇજીએ વડાપ્રધાન કાળ સમયે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કરી વિશ્વમાં ડંકો વગાડ્યો હતો અને ૧૯૯૯માં કારગીલ યુદ્ધ સમયે સક્ષમ નેતૃત્વ પૂરું પાડી ભારતને વિજય અપાવ્યો હતો.

Tags : atal bihari vajpayee's death