આજે ગુરુ-ભગવંતોના પ્રવેશની ભવ્ય શોભાયાત્રા સાથે આત્મોદ્ધાર પ્રારંભ

અમદાવાદ : શ્રી સૌધર્મ બૃહદ તપાગચ્છીય ત્રીસ્તુતીક જૈનસંઘમાં ગુરુદેવ રાજેન્દ્રસુરીશ્વરજી મ.સા.ની પાટ પરંપરાએ પુણ્ય સમ્રાટ જ્યંતસેનસૂરીશ્વવર મ.સા.ના પટ્ટધર નિત્યસેનસૂરીશ્વર મ.સા. અને આ.ભ. જયરત્નસૂરીશ્વર મ.સા.ની નિશ્રામાં રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે તા.ર૩-પ-ર૦૧૯ના રોજ આયોજીત ૧૯ સામૂહિક દીક્ષાઉત્સવ આત્મદ્વર-૩નો તા.૧૯મી મે રવિવારથી ભવ્ય આરંભ થશે. ગુરુ-ભગવંતો અને દીક્ષાર્થીઓના પ્રવેશ સાથે આત્મોદ્વાર ઉઘડશે.
દીક્ષા મહોત્સવના આયોજકે જણાવ્યું કે રાજનગર શ્રી સંઘના આંગણે હાથીખાના ગુરુમંદિરથી પૂજ્ય ગચ્છાધિપતિ નિત્યસેનસૂરરીશ્વરજી મ.સા. સહિત આચાર્ય ભગવંત જયરત્નસૂરીશ્વરજી મ.સા. તથા ૧૦૦થી અધિક શ્રમણ-શ્રમણી ભગવંતોનો પ્રવેશ થશે.જે અંતર્ગત ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. અમદાવાદનાં માર્ગો પર હાથી- ઘોડા અને બેન્ડબાજા સહિત નીકળનારી ભવ્ય શોભાયા ત્રામાં ૧૧ થી વધુ બગી ૭ થી વધુ નૃત્ય મંડળીઓ, પ થી વધુ વાઘ મંડળીઓ તથા અલગ અલગ પ્રકારની  અન્ય બીજી પણ મંડળીઓ રહેશે. સવારે ૮ કલાકે હાથીખાનાથી શરૂ થઈ આ રથયાત્રા રતનપોળ-વીજળી ઘર-નહેરુ બ્રિજથી અંડરબ્રિજ થઈ મીઠાખળી છ રસ્તા પહોંચશે, જ્યાં લાયન્સ હોલ ખાતે આત્મોદ્વાર મહોત્સવનાં દર્શન, જ્ઞાન, અને ચારિત્રના ઉપકરણનાં ઉજમણાનું ઉદ્‌ઘાટન થશે. ત્યારબાદ આ રથયાત્રા સરદાર પટેલ સેવા સમાજ હોલ પહોંચશે. જ્યાં ગચ્છાધિપતિશ્રીનું માંગલિક રહેશે તથા શ્રી સંઘની નવકારશી રહેશે. અમદાવાદના લોકોએ ક્યારેય નહીં નિહાળી હોય એવી અદ્‌ભૂત શોભાયાત્રા અમદાવાદમાં રવિવારની સવારે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હજારોની સંખ્યામાં લોકો યાત્રામાં જાડાશે. આ માટે બનાસકાંઠા, સુરત, મુંબઈ સહિત દેશભરમાંથી પ્રભુભક્તો શોભાયાત્રાનો લાભ લેવા આવી પહોંચશે. ભવ્ય પ્રવેશની ભવ્ય શોભાયાત્રા બાદ સવારે ૯ઃ૩૦ કલાકે પૂજ્ય ગચ્છાધિપતિશ્રીનું  માંગલિક તથા રથયાત્રાની ઉછામણી કરવામાં આવશે. બપોરે ૧રઃ૩૯ કલાકે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન થશે. મનને નિયંત્રણમાં રાખનાર આ સિદ્ધચક્ર મહાપૂજનની નિધિ કૃણાલભાઈ સુરાણી કરાવશે. ત્યારબાદ સાંજે ૭ઃ૦૦ કલાકે મુમુક્ષુ સંગે જિનાલય જુહારીએ... પાલડી ગુરુમંદિર જિનાલય ચિંતામણી જિનાલયથઈ સરદાર પટેલ સેવા સમાજ હોલ પધારશે. રાત્રે ૮ કલાકે પ્રભુ સંગ  પ્રીત લગાઈ ભક્ત સંગીતના કાર્યક્રમમાં મેહુલભાઈ શાહ અને શાલીન શાહ ભક્તોને ભક્તસરમાં તરબોળ કરશે. આત્મોદ્વાર મહોત્સવમાં બહારગામ થી પધારતા મુમુક્ષુઓને સમાજના શ્રેષ્ઠીઓના ઘરે ઉતારા અપાયા છે. મુમુક્ષુ માટે ત્રણ શાસન સેવકો ર૪ કલાક સેવામાં રહેશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.