02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / અરવલ્લી ની રતનપુર બોર્ડર પરથી ૫૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અરવલ્લી ની રતનપુર બોર્ડર પરથી ૫૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો   23/10/2018

 અરવલ્લી ની રતનપુર બોર્ડર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. શામળાજી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. તે સમયે પોલીસે ટ્રક અટકાવતા ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. જ્યારે પોલીસે ૫૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે ૧૦૨૧ પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો છે.

મહત્વનું છે કે, દારૂબંધીના કડક કાયદા બાદ પણ બુટલેગરો ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવી રહ્યા છે. બુટલેગરોને પકડવા માટે પોલીસ અનેક પ્રકારના પ્રયાસો કરી રહી છે. બુટલેગરો પોલીસને થાપ આપીને કોઇપણ પ્રકારે શહેરમાં દારૂનો જથ્થો પહોંચાડી દે છે.
ત્યારે અરવલ્લીના રતનપુર બોર્ડર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં વિદેશી દારૂની અંદાજિત ૧૦૨૧ પેટી ભરેલ ટ્રક ઝડપાઇ છે. જ્યારે ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :