ભીલડી ખાતે સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે દર્દીઓ ભગવાન ભરોસે

ડીસા તાલુકાના ભીલડી ખાત્તે કાર્યરત સામુહિક  આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબના અભાવે ભીલડી તેમજ આજુબાજુના લોકો છતી સગવડે ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે.ભીલડી ખાતે  આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબીની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે જેના પગલે દર્દીઓ ભારે અગવડ ભોગવી રહ્યા છે. ૨૦૧૪ ના વર્ષમાં તત્કાલીન આરોગ્ય મંત્રીના વરદ હસ્તે આ સામુહિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત કરાઇ હતી. જોકે ચાર કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ  સામુહિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી આ આરોગ્ય કેન્દ્રમાં કોઈ ડોક્ટર હાજર ના હોઈ લોકોને સારવાર તો ઠીક, સરખો જવાબ પણ મળતો નથી. અગાઉ  પીલુડાથી એક તબીબને મુકાયા હતા.આ તબીબ ત્રણ ત્રણ દિવસ આવતા હતા પણ છેલ્લા ત્રણ દિવસથી ભીલડી આરોગ્ય કેન્દ્રમાં એક પણ ડોકટર આવતા નથી જેથી દર્દીઓને ભારે મુશ્કેલીઓ ભોગવી પડે છે.ભીલડી સીએચસીમાં રોજ એક સોથી વધુ દર્દીઓનું નિદાન થાય છે.આવી સ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસમાં તહેવારો ટાણે પાંચથી વધુ ડીલીવરીના કેસ પણ પાછા ગયા છે જ્યારે વાયરલજન્ય બીમારીઓનું પ્રમાણ વધવા છતાં અનેક દર્દીઓને દવાખાનાથી વીલા મોઢે પરત ફરવું પડે છે.સરકાર લોકોની સુખાકારી અને આરોગ્યની વાતો કરે છે પણ ભીલડીના  આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટર જ ન હોવાથી દર્દીઓને પ્રાથમિક સેવા પણ મળતી નથી. ભીલડી જેવા સેન્ટરમાં કાયમી ડોકટર ના હોય તે ખરેખર ગંભીર બાબત છે. જો આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં  કાયમી ડોક્ટર મૂકાય તો ગરીબ દર્દીઓને મફત સારવારનો લાભ મળી શકે. હાલ કાયમી તબીબના અભાવે ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં લૂંટાઈ રહ્યા છે.ત્યારે પીડિત દર્દીઓ અને જાગૃત અગ્રણીઓમાં ભીલડી સીએચસીમાં કાયમી તબીબ મુકવાની માંગણી જોર પકડી  રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.