ડીસાના કંસારી નજીકથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્‌ટ ડિઝાયર કાર ઝડપાઇ

એલસીબી પોલીસે ડીસા તાલુકાના કંસારી નજીકના ટોલપ્લાઝા પાસેથી દારૂ ભરેલી સ્વીફ્‌ટ કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.
બનાસકાંઠાના પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. જે.એચ.સિંધવ એલ.સી.બીની ટીમના  પ્રવિણસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, પ્રવીણભાઈ અને લક્ષમણસિંહની ટીમ સાથે ડીસા તાલુકા પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા એ વખતે બાતમીના  આધારે કંસારી ટોલટેક્સ પાસે નાકાબંધી કરી સ્વીફ્‌ટ ડિઝાયર ગાડીને આંતરી તલાશી લેતા આ ગાડીમાંથી બનાવટ નો  ૭૨,૯૦૦ રૂપિયાની કિંમતનો ૭૨૯ બોટલ બિયર અને દારૂ મળી આવ્યો હતો.એલસીબી પોલીસે આ કેસમાં એક મોબાઈલ  તથા  ગાડી સહિત કુલ ૪,૭૩,૪૦૦ રૂપોયની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલક આસુરામ લછારામ મેઘવાલ (રહે. દાંતવાડા તા.રાણીવાડા) તથા ગાડીમાં બેઠેલા ભજનલાલ શ્રીરામ વિશ્ર્‌નોઈ (રહે. દાંતા તા. સાચોર રાજસ્થાન)ની અટકાયત કરી દારૂ અને બિયરનો આ જથ્થો ભરાવનાર ગણેશરામ દેવાસી (રહે.સાતરું રાજસ્થાન) સહિત ત્રણેય શખ્સો વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.