02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / સરકારી કર્મચારીનું સસ્પેન્શન અનિશ્ચિત મુદ્દત માટે હોય ન શકે: સુપ્રિમ કોર્ટ

સરકારી કર્મચારીનું સસ્પેન્શન અનિશ્ચિત મુદ્દત માટે હોય ન શકે: સુપ્રિમ કોર્ટ   27/08/2018

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે સરકારી કર્મચારીનું સસ્પેન્શન અનિશ્ચિતકાળ માટે ન હોય શકે. તે એક સીમીત અવધી પુરતુ જ હોવું જોઈએ. આ ટીપ્પણી કરતા કોર્ટે એક આઈ.જી.નું છ વર્ષ જુનુ સસ્પેન્શન રદ્દ કર્યુ હતું. જસ્ટીસ એ.એસ. બોબ્ડેની પીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે સરકારને એવું લાગે કે આરોપી પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે તેમ છે તો તેને બીજી કોઈ જગ્યાએ રાખી શકાય. તમિલનાડુના આઈ.જી. પ્રમોદીકુમાર પર એક કંપનીના નિર્દેશકો પાસેથી પૈસા લેવાનો આરોપ હતો. આ નિર્દેશકો રોકાણકારોના ૧૨૦૦ કરોડ ચાઉં કરી જવાના મામલામાં સંડોવાયેલા હતા. આઈ.જી.ને ગીરફતાર કર્યા પછી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આઈ.જી. એ કેટમાં પોતાના વિરૂદ્ધની કાર્યવાહીને પડકારી હતી. કેટે ખાતાકીય પગલામાં હસ્તક્ષેપ કરવાની ના પાડી હતી પણ તેનું સસ્પેન્શન રદ કર્યુ હતું. અધિકારીએ મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે સસ્પેન્શન સાથે આઈ.જી. વિરૂદ્ધની ખાતાકીય કાર્યવાહી પણ રદ કરી. અદાલતે કહ્યુ કે અધિકારીને અપાયેલી ચાર્જશીટને અનુશાસન ઓથોરીટીની મંજુરી નથી મળી. આની સામે સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે નિયમ ૮ એવું કહે છે કે, ચાર્જશીટ અનુશાસન સમિતી બનાવશે. આ નિયમને નજરઅંદાજ ન કરી શકાય.કર્મચારીઓને મોટી રાહત આ ચુકાદાથી સરકારી કર્મચારીઓને મોટી રાહત મળી છે. આના લીધે તેમને લાંબા સમય સુધીના સસ્પેન્શન જેવી સજા નહી ભોગવવી પડે. આ પહેલા પણ કોર્ટે એવું કહ્યું જ છે લાંબા સમય સુધી ખેંચાતુ સસ્પેન્શન એક કલંક છે.

Tags :